નવી સુવિધા:સુરત એરપોર્ટ પરથી ગો ફર્સ્ટ એરલાઈન્સે કોલકાતા, બેંગલુરુ અને દિલ્હીની ફ્લાઈટનું ઓપરેશન શરૂ કર્યુ

સુરત13 દિવસ પહેલા
સુરત એરપોર્ટ પરથી નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.
  • અમૃતસર, દહેરાદુન, જમ્મુ સહિતની 13 ફ્લાઈટ સાથે કનેક્ટ કરવા જાહેરાત કરાઈ

ગો ફર્સ્ટ એરલાઈન્સ દ્વારા સુરતથી કોલકાતા, બેંગલુરુ અને દિલ્હીની ફ્લાઈટનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઓપરેશન વખતે જ આ 3 ફ્લાઈટને અમૃતસર, દહેરાદુન, જમ્મુ સહિતની 13 ફ્લાઈટ સાથે કનેક્ટ કરવા જાહેરાત કરાઈ હતી. જેનું હવે ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.

રોજની 12 ફ્લાઈટ વાયા દિલ્હી થઈને ગો ફર્સ્ટ ઓપરેટ કરાશે
રોજની 12 ફ્લાઈટ વાયા દિલ્હી થઈને ગો ફર્સ્ટ ઓપરેટ કરાશે

નવી જાહેરાત કરાઈ
સુરતથી નવી ઈન્ટરનેશનલ ફ્લાઈટ આવનારા દિવસમાં જલ્દી ઓપરેટ થાય તેવી આશા વચ્ચે પાછલા અઠવાડિયે જ સુરતથી ફ્લાઈટ સેવા શરૂ કરનાર એરલાઈન્સ ગો ફર્સ્ટે બેંગ્લુરુ, કોલકાત્તા અને દિલ્હીની સાથે જોડતી 13 ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેટ કરવા માટે જાહેરાત કરી દીધી હતી. તેના બુકિંગની સાથે જ આ 13 ફ્લાઈટનું ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. વી વર્ક વર્કિંગ એરપોર્ટ ગ્રૂપ સુરતના સંજય જૈને જણાવ્યું હતું કે, રોજની 12 ફ્લાઈટ વાયા દિલ્હી થઈને ગો ફર્સ્ટ ઓપરેટ કરશે. જ્યારે એક ફ્લાઈટ વાયા બેંગ્લુરુ થઈને ઓપરેટ કરવામાં આવશે. જેમાં જમ્મુ, શ્રીનગર, વારણસી, લખનઉં, હૈદરાબાદ, ગૌહાટીની ફ્લાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એરલાઈન્સ ગો ફર્સ્ટે બેંગ્લુરુ, કોલકાત્તા અને દિલ્હીની સાથે જોડતી 13 ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેટ કરવા માટે જાહેરાત કરી દીધી
એરલાઈન્સ ગો ફર્સ્ટે બેંગ્લુરુ, કોલકાત્તા અને દિલ્હીની સાથે જોડતી 13 ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેટ કરવા માટે જાહેરાત કરી દીધી

ઈન્ટરનેશનલ ફ્લાઈટ પણ મળશે
ગો ફર્સ્ટની નવી 13 ફ્લાઈટનો પણ સમાવેશ થતાં મહિને બન્ને તરફે 40 ફ્લાઈટનું ઓપરેશન થશે. નવી કનેક્ટેડ 13 ફ્લાઈટમાં અમૃતસર, દહેરાદુન, ગૌહાટી, જમ્મુ, કોચી, લેહ, લખનઉ, પટના, પુણે, રાંચી, શ્રીનગર અને વારણસીની ફ્લાઈટ વાયા દિલ્હી થઈને સુરતથી ઓપરેટ થશે. જ્યારે હૈદરાબાદની ફલાઈટ વાયા બેંગલુરુ થઈને રોજ ઓપરેશન હાથ ધરાશે. બેંગલુરુ-સુરત-બેંગલુરુની નવી કિવન્સી જાહેર કરવામાં આવી છે. સોમથી શનિ કાર્યરત થનારી આ લાઈટ સવારે 10:45 એ બેંગલુરુથી ઉપડીને સુરત આવશે. ઉલ્લેખનીય છે કે, દિવાળી પૂર્વે જ અમેરિકન એરલાઈન્સે ઈન્ડિગોની ફલાઈટ સાથે કોડ શેર કર્યા હતા, જેના કારણે સુરતથી સિંગલ પીએનઆરથી વાનકુંવર, ન્યુયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો ફલાઈટની મુસાફરીનો પણ લાભ મળશે.