રજૂઆત:મેટ્રો સ્ટેશન માટે કાપોદ્રા, સરથાણામાં ધાર્મિક સ્થાનો તોડવા GMRCની માંગ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે GMRC અને પાલિકાના અધિકારીઓ વચ્ચે બેઠક
  • ચોકબજાર SBIની જમીનનું વળતર GMRC ચુકવશે

મેટ્રો પ્રોજેક્ટમાં પાલિકા હસ્તકની જમીન ફાળ‌વવા તથા GMRC સાથે MOU કરવા 15મીએ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશેે. જેમાં ભૂગર્ભ રૂટમાં નડતરરૂપ પાઇપ લાઇન શિફટિંગ કરવા સહિતના મુદ્દે નિર્ણય લેવાશે. કાપોદ્રામાં મેટ્રો સ્ટેશનના બાંધકામમાં મંદિરો તથા દબાણો હોવાનો વરાછા ઝોનમાં રિપોર્ટ કરાયો છે. GMRCએ આવા ધાર્મિક સ્થાનો દૂર કરવા તાકીદ કરી છે.

વરાછામાં સ્ટેશનના ગેટ માટે જમીન મંગાઈ
મેટ્રો પ્રોજેક્ટના સેન્ટ્ર્રલ વેર હાઉસ સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ માટે વરાછાની વસંત ભીખાની વાડી પાસે વેજીટેબલ માર્કેટવાળી જમીનની જરૂરિયાત જીએમઆરસીએ દર્શાવી છે. આ જ રીતે બીજું એન્ટ્રી-એક્ઝિટ લોકેશન નવા ગામ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનની અંદરના ભાગે બનાવવાનું નક્કી કરાયું છે.

મોચીની ચાલનો કબજો લેવાશે
મસ્કતી હોસ્પિટલ નજીક મોચીની ચાલમાં મેટ્રો સ્ટેશનની એન્ટ્રી-એક્ઝિટ બનાવાશે. આ મિલકતનો કબજો મેળવવા આકારણી રેકોર્ડની ચકાસણી કરવા ડેટા માંગ્યા છે.

મહિધરપુરા પો. સ્ટેશન ખસેડાશે
મેટ્રો સ્ટેશનના નિર્માણ માટે મહિધરપુરા પોલીસ સ્ટેશનનું સિનેમા રોડ પર સ્થળાંતર કરાશે. બાદમાં GMRC જૂના સ્થળે જ નવું પોલીસ સ્ટેશન બનાવી આપશે.

અન્ય સમાચારો પણ છે...