ભાસ્કર એક્સક્લુઝિવ:જીએસટીઆર પોર્ટલ પરની ગડબડી; વેપારીઓની આઇટીસી અટવાઈ, ક્લેઇમ કરવાની રીત બદલાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેપારીઓને ITC લેવામાં તકલીફ પડતા GSTએ માર્ગદર્શિકા બહાર પાડી
  • હવે જીએસટીઆર 2એ ની મદદથી આઈટીસી ક્લેઈમ કરી શકાશે

જીએસટી પોર્ટલની ગડબડીના લીધે ચાલુ નાણાકિય વર્ષના પહેલાં જ મહિને વેપારીઓને આઈટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) લેવા માટે નવનેજાં પાણી આવી ગયા છે. આથી જીએસટી વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં આઈટીસી કેવી રીતે ક્લેઇમ કરવી તેની વિગતો આપી છે. હવે જીએસટીઆર 2-એ મદદથી આઈટીસી ક્લેઇમ કરી શકે છે. નોંધનીય છે કે, પોર્ટલમાં ટેકનિકલ ખામી અગાઉ પણ થતી રહી છે અને મીસમેચની ખોટી નોટિસો પણ ઇશ્યુ થઈ છે.

વેપારીઓ કેવી રીતે આઈટીસી ક્લેઇમ કરી શકશે

  • માર્ચ-22 સુધી જે ઇનવોઇઝની ITC ક્લેઇમ કરવાની બાકી છે તેના માટે એપ્રિલ-22 ના GSTR-2બીની મદદ લઇ શકાશે.
  • એપ્રિલ-22ને ઇનવોઇઝની આઇટીસી ક્લેઇમ કરવા એપ્રિલ-22ના જીએસટીઆર-2એમાંથી એવા બીલને આધાર બનાવે જેની રિટર્ન ફાઇલિંગની તારીખ રેગ્યુલર રિટર્ન ફાઇલ કરનારાઓની 11 મે અને ક્વાટર્લી વાળાઓની 13 મે તથા તેનાથી પહેલાં હોય.
  • દરેક કરદાતા 2એ અથવા 2બીનું ધ્યાન રાખે, માર્ચ 2022 માટે 2બી અને એપ્રિલ-22 માટે 2એ ચેક કરવાનું છે.

ITC ક્લેઇમ કરવાની રીત બદલાતી રહી
આઇટીસી ક્લેઇમ કરવાની રીત સતત બદલાતી રહી છે.5 વર્ષ અગાઉ જીએસટીની શરૂઆત થઈ ત્યારે સરકાર દ્વારા GSTR- 2એ લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ જીએસટીઆર-2બી લાવવામાં આવ્યો. ત્યારે નિયમ એવો આવ્યો કે જેટલી આઇટીસી 2-બીમાં દેખાશે તેટલી જ આઇટીસી ક્લેઇમ કરી શકાશે.

નવી સિસ્ટમ કરદાતાઓ માટે રાહતજનક
2-બીમાં જે ખામી આવી છે તેના લીધે આ નવી સિસ્ટમ છે. ITC ક્લેઇમ કરવા જે તકલીફ પડતી હતી તેમાં રાહત રહે એ માટેનો રસ્તો કરાયો છે. - નીતેષ અગ્રવાલ, CA

અન્ય સમાચારો પણ છે...