તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના નડ્યો:GJEPCનો મુંબઇમાં જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન એપ્રિલમાં નહીં યોજાય

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મુંબઇ - સુરતમાં કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને લઇ લેવાયો નિર્ણય

મુંબઈમાં દોઢ વર્ષે યોજાતો જીજેઇપીસીના જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન આ વખતે એપ્રિલમાં નહીં યોજાય. મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ફરીથી કોરોના બેફામ બનતા એક્ઝિબિશનનું આયોજન હાલ એપ્રિલમાં મોકુફ રાખવામાં આવ્યું છે. કોરોનાનાં વધતા કેસની અસર સુરત સહિત દેશભરના વેપાર પર પડી રહી છે. કોરોનાની અસર વિવિધ ટ્રેડ એક્ઝિબિશનના આયોજન પર જોવાઇ રહી છે.જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો એપ્રિલમાં યોજાનાર આઈઆઈજએસ સિગ્નેચર એક્ઝિબિશન મોકૂફ રાખવામાં આવ્યું છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી ઝડપથી ‌વધી રહ્યા છે. સુરતમાં પણ પ્રતિદિન કોરોનાના 500થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે કોરોનાની સ્થિતિ વચ્ચે સુરતથી વિવિધ શહેરોમાં શરૂ થનાર ટ્રેડ એક્ઝિબિશનના આયોજનને હાલ પુરતા રદ કરીને કોરોનાની સ્થિતિ સામાન્ય થતા યોજવા અંગે જાહેરાત આયોજનકર્તાઓ કરી રહ્યા છે.

જેમ એન્ડ જ્વેલરી સેક્ટર માટે હોંગકોંગમાં થતા 2 જ્વેલરી શોની સાથે મુંબઈમાં જીજેઈપીસી દ્વારા આયોજિત થતો આઈઆઈજેએસ તથા સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત થતું સ્પાર્કલ જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન વેપારની દ્રષ્ટિએ મહત્વનો ભાગ ભજવતાં હોય છે. વર્ષ 2019માં સપ્ટેમ્બર દરમિયાન હોંગકોંગમાં થયેલા આંદોલન અને ત્યારબાદ કોરોનાની ઉદ્દભવેલી સ્થિતિના કારણે જાન્યુઆરી 2021 સુધી એક પણ એક્ઝિબિશન યોજાઈ શક્યા હતાં નહીં.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિશેષ પરવાનગી સાથે કોરોનાની સ્થિતીમાં જાન્યુઆરીથી ટ્રેડ એક્ઝિબિશનની શરૂઆત કરી હતી. જોકે, ફરી કેસ ‌દતાં હવે ટ્રેડ એક્ઝિબિશન રદ થઈ રહ્યા છે. એપ્રિલમાં તારીખ 7થી 12 એપ્રિલ દરમિયાન થનારો આઈઆઈજેએસ સિગ્નેચર એક્ઝિબિશન પણ મુંબઈમાં કોરોનાની સ્થિતિ વકરતા મોકૂફ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો