અનોખી શરૂઆત:સુરતમાં મેયરે રજૂઆત કરવા આવનાર જરૂરીયાતમંદોને ચોખા આપી ઉપયોગી થવાનું શરૂ કર્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભેટમાં મળેલા ચોખા મેયરે શ્રમજીવી પરિવારની મહિલાઓને આપ્યા હતાં. - Divya Bhaskar
ભેટમાં મળેલા ચોખા મેયરે શ્રમજીવી પરિવારની મહિલાઓને આપ્યા હતાં.
  • ફૂલ કે બુકે ભેટમાં આપવાની જગ્યાએ લોકોના ઉપયોગમાં આવે તેવું આપો-મેયર

સુરતના મેયરની મુલાકાત માટે અનેક લોકો રોજ આવતા હોય છે પહેલી વાર મળતા લોકો બુકે કે, ફૂલ લઈને મેયરને મળીને તેમનું સ્વાગત કરે છે. થોડા સમય પહેલાં મેયરે લોકોને અપીલ કરી હતી કે, ફુલ કે બુકેને બદલે લોકો એવી વસ્તુથી સન્માન કરે કે, તે વસ્તુ અન્ય જરૂરતમંદ લોકોને ઉપયોગમાં આવી શકે. આ અપીલ બાદ મળેલા ચોખા મેયરે રજૂઆત કરવા આવનાર શ્રમજીવીઓને આપ્યાં હતાં.

સખી મંડળે ચોખા આપ્યા હતાં.
મેયર હેમાલી બોઘાવાલાની અપીલ બાદ બે દિવસ પહેલાં સુરતનું એક સખી મંડળ મેયરની મુલાકાતે આવ્યું હતું. સખી મંડળે તેમના મંડળની મહિલાઓને કેવી રીતે આગળ લાવવામાં આવે તેની માહિતી મેયર પાસે મેળવી હતી. આ મુલાકાત બાદ સખી મંડળના અગ્રણીઓએ મેયરનું સ્વાગત ફુલ કે બુકેના બદલે ચોખા આપીને સ્વાગત કર્યું હતું.

મુલાકાત માટે આવેલી સખી મંડળની બહેનોએ મેયરને ચોખાની ભેટ આપી હતી.
મુલાકાત માટે આવેલી સખી મંડળની બહેનોએ મેયરને ચોખાની ભેટ આપી હતી.

ચોખા શ્રમજીવીઓને અપાયા
ચોખાની સ્વાગત કરતાં મેયર હેમાલી બોઘાવાલા ખુશ થઈ ગયાં હતા અને અન્ય લોકોને પણ આવી જ રીતે વસ્તુથી સ્વાગત કરવા અપીલ કરી હતી. આ સ્વાગતના બે દિવસ બાદ ગઈકાલે વરાછા વિસ્તારમાં રહેતા કેટલાક શ્રમજીવી તેમની સમસ્યા લઈને આવ્યા હતા. મેયરે તેમની સમસ્યા સાંભળી અને તેમની સમસ્યા અંગે હલ આપ્યો હતો. રજુઆત કરવા આવનાર શ્રમજીવીઓ રોજ કમાઈને રોજ ખાઈ તેવા હતા તેથી મેયર બોધાવાલાએ તેમના સન્માન માટે આવેલા ચોખા આ શ્રમજીવીઓને આપ્યા હતા.