સચીનના સેઝમાં યુનિવર્સલ ડાયમંડ યુનિટમાંથી આચરાયેલાં સિન્થેટિકની સાથે રિઅલ ડાયમંડ એક્સપોર્ટના કૌભાંડ પર હવે જીએસટીએ પણ બિલોરી કાચ મૂકયો છે. માત્ર 3 માસમાં 25 કન્સાઇમેન્ટ દ્વારા 600 કરોડથી વધુના ડાયમંડ એક્સપોર્ટ કરાયા હોવાથી જીએસટીએ પણ 0.25 ટકાના સહારે ટેક્સની લાયબિલિટી ઊભી કરવાની દિશામાં કદમ ઉગામ્યા છે. જીએસટીના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે સેઝમાંથી આમતો ટેક્સ લાગતો નથી પરંતુ જ્યારે બેનંબરમાં માલ લઇને તેને એક્સપોર્ટ કરવામાં આવે તો જરૂર ટેક્સની જવાબદારી ઊભી થાય છે.
બધી જ એજન્સીઓ એક્ટિવ થઈ ગઈ
આ કેસમાં જોવા જઇએ તો બધી જ એજન્સીઓ એક્ટિવ થઈ ગઈ છે. કસ્ટમ અને ડીઆરઆઇ દ્વારા કેસ તૈયાર કરાયો છે, હવાલાની આશંકા વચ્ચે ઇડી તો અન્ડર વેલ્યુએશન ના કારણે ઇન્કમટેક્સ એક્ટિવ થયું છે. તો હવે ડાયમંડ પર ટેકસની દૃષ્ટિએ જીએસટી એક્ટિવ થયું છે. સેઝમાં સામાન્ય રીતે ટેક્સ લાગતો જ નથી. એક હકિકત એ પણ છે કે, કસ્ટમ અને ડીઆરઆઇ દ્વારા જે રીતનો રિપોર્ટ તૈયાર કરાશે એના આધારે જ બાકી એજન્સીઓ પણ કામગીરી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.