તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:એફિલેશન ફીનો લાભ કોલેજોને અત્યારે આપોઃ ખાનગી કોલેજો, સિન્ડિકેટ આવતા વર્ષે લાભ આપવા કહી રહી છે

સુરત25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ખાનગી કોલેજોના સંચાલકોએ VNSGUને પત્ર લખીને માંગ કરી છે કે, જે 100% એફિલેશન ફી માફ કરી છે તેનો લાભ કોલેજોને આવતા વર્ષે નહીં પણ અત્યારે આપો અથવા તો જે એફિલેશન ફી ભરી છે તે પરત કરો કે વિદ્યાર્થીઓને આપી દો. સાઉથ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ કોલેજ મેનેજમેન્ટ એસો.ના પ્રમુખ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની સિન્ડિકેટે કોલેજોને શૈક્ષણિક વર્ષ 2020-21માં વિદ્યાર્થી દીઠ એફિલેશન ફીમાં 100%ની માફી આપવાનો આદેશ કર્યો છે અને બીજી ટર્મમાં વિદ્યાર્થીઓ પાસેથી આ રકમ કુલ ફીમાં ઓછી લેવાનો પણ આદેશ કર્યો છે.

યુનિવર્સિટી આવતા વર્ષે એફિલેશન ફી મજરે કરી કોલેજોને લાભ આપશેે. સિન્ડિકેટના આવા આદેશથી ખાનગી કોલેજોના સંચાલકોની હાલક કફોડી બની છે. જેથી પત્રમાં લખ્યું છે કે, 100% એફિલેશન ફી માફનો લાભ આવતા વર્ષે નહીં પણ અત્યારે આપો અથવા જે એફિલેશન ફી ભરી છે તે પરત કરો કે વિદ્યાર્થીઓને આપી દો.

કર્મીનો પગાર કપાશે તો જવાબદારી યુનિ.ની
એસોસિએશના પ્રમુખ મહેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતા પણ યુનિવર્સિટીએ હજી સુધી બાર ટકા ટ્યૂશન ફી માફીનો નિર્ણય પરત ખેંચ્યો નથી. જો હવે યુનિવર્સિટી અગામી દિવસોમાં નિર્ણય પરત નહીં લેશે તો પછી અમારે કર્મચારીઓનો પગાર કાપવાની ફરજ પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો