તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ‌વેદન:ઓફલાઇન પરીક્ષામાં છાત્રોને ઘર નજીક કેન્દ્ર આપો: NSUI

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
એનએસયુઆઇએ વિવિધ મુદ્દે કુલપતિને આ‌વેદનપત્ર આપ્યું હતું. - Divya Bhaskar
એનએસયુઆઇએ વિવિધ મુદ્દે કુલપતિને આ‌વેદનપત્ર આપ્યું હતું.
  • કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું
  • એનએસયુઆઇએ વિવિધ મુદ્દે કુલપતિને આ‌વેદનપત્ર આપ્યું હતું.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની છેલ્લા સેમેસ્ટરની લેવાનારી ઓફલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીઓને તેમના ઘર નજીકનું કેન્દ્ર આપવા માટે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇએ માંગણી કરી છે. ગુરુવારે એનએસયુઆઇ દ્વારા આ કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાને આવેદન પત્ર આપ્યું હતું.

એનએસયુઆઇના પ્રમુખ મનીષ દેસાઇએ કહ્યું હતું કે યુનિવર્સિટી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં છેલ્લા સેમેસ્ટરની મુખ્ય પરીક્ષા ઓફલાઇન લેવા જઈ રહી છે. જેમાં વિદ્યાર્થીઓને ઘર નજીક કેન્દ્ર પર પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. પરીક્ષાના ટાઇમ ટેબલમાં ફેરફાર કરવાની ખૂબ જરૂર છે એટલે કે બે પરીક્ષા વચ્ચે એક રજા આપવામાં આવ અને પરીક્ષા 29 જુલાઇથી લેવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યું કે કોરોના મહામારીમાં વાલીઓની આર્થિક સ્થિતિ ઘણી કથળી છે. જેથી ફીમાં પચ્ચીસ ટકાની માફી આપવામાં આવે. ઉપરાંત કુમાર અને કન્યા છાત્રાલય પણ શરૂ કરવામાં આવે એવી માંગ કુલપતિને કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...