તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:‘ડાયમંડ બુર્સને જગ્યા ફાળવી તો એમ્બ્રોઇડરી પાર્ક માટે પણ આપો’

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમ્બ્રોઈડરી એસોસિયેશનની CMને રજૂઆત

એમ્બ્રોઈડરી એસોસિએશન દ્વારા એમ્બ્રોઇડરી પાર્ક માટેની જગ્યા, સબસીડી શરૂ કરવા તેમજ ટેક્સટાઈલ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં મજૂરીનાં પૈસા લઇને ઉઠમણું કરતા લે-ભાગુ વેપારીઓ પાસેથી મજૂરીના પૈસા પરત મળે એ બાબતે મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત કરી હતી.

એમ્બ્રોઈડરી એસોસિએશનના પ્રમુખ હિતેશ ભીકડિયા અને ખજાનચી અલ્પેશ બલર દ્વારા રજૂઆતમાં કહેવાયું હતું કે, ‘સુરતમાં ભારતનો સૌથી મોટો ટેક્સટાઇલ વ્યવસાય પ્રસ્થાપિત છે, જેમાં 2 લાખ મશીનચાલક છે. ભારતમાં અલગ-અલગ રાજ્યોથી મધ્યમવર્ગીય અને મજૂર વર્ગ રોજીરોટી કમાવા આવતો 10થી 15 લાખ પરિવારો જોડાયેલ છે અને તે મધ્યમ વર્ગીય છે.

સુરતની ચારે બાજુના વિસ્તારમાં ટેક્સટાઇલ મશીન ચાલે છે. જે પ્રકારે સુરતમાં હીરાઉદ્યોગને ડાયમંડ બુર્સ માટે જગ્યા ફાળવીને એ વ્યવસાયને નવી દિશા તરફ લઈ જવાની શરૂઆત કરી તે જ પ્રમાણે એમ્બ્રોઇડરી મશીન ચલાવવા માટે એક ટેક્સટાઈલ એમ્બ્રોઇડરી પાર્ક બને તેવી જગ્યા ફાળવવામાં આવે.’

અન્ય સમાચારો પણ છે...