નિર્ણય બદલાયો:સુરત કોર્પોરેશનના 120 કોર્પોરેટરોને લેપટોપ અને ટેબલેટ આપવાનો નિર્ણય મોકૂફ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત પાલિકાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત પાલિકાની ફાઈલ તસવીર.
  • રૂપિયા 87.36 લાખના ખર્ચે લેપટોપ અને ટેબલેટ આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો

સુરત મહાનગર પાલિકામાં શાસક અને વિપક્ષના 120 કોર્પોરેટરોને રૂપિયા 87.36 લાખના ખર્ચે લેપટોપ અને ટેબલેટ આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં 98 લેપટોપ અને 22 જેટલા ટેબલેટ આપવામાં આવનાર હતા. જોકે કોઈ કારણસર વધુ વિચારણા માટે મૂકીને નિર્ણય મોકૂફ રાખ્યો છે.

પ્રજાના રૂપિયાનો વેડફાટની ફરિયાદો ઉઠી હતી
લાખો રૂપિયાના ખર્ચે જ્યારે પણ શાસક અને વિપક્ષીઓને ભૂતકાળમાં પણ લેપટોપ આપવામાં આવ્યા હતા. ત્યારે તે લેપટોપનો ઉપયોગ ખરેખર પ્રજાલક્ષી કામ માટે કરવામાં આવ્યો હતો કે કેમ તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જે કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવ્યા હતા તેમના સગાસંબંધીઓ લેપટોપનો ઉપયોગ કરતા હોવાની બુમરાળ કોર્પોરેશનમાં થવા પામી હતી. પ્રજાના કામો માટે તેમને આઈફોન આપવામાં આવ્યા હતા પરંતુ આઈફોન બાબતે પણ એ જ પ્રકારની રાવ ઊભી થઈ હતી.

સ્ટેન્ડીંગ કમિટી દ્વારા નિર્ણય હાલ પુરતો મુલત્વી
આશ્ચર્યજનક બાબત એ છે કે જે કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવ્યું છે તેમાંના ઘણા બધા તો ધોરણ 10 પણ ભણ્યા નથી. પરંતુ પ્રજાના પૈસે જે પણ જે પણ મફતમાં મળતું હોય તે તમામ ચીજવસ્તુઓ નેતાઓ લઈ લેતા હોય છે. પ્રજા માટે ખર્ચવામાં આવતા રૂપિયાને પોતાના અંગત કામો માટે કોર્પોરેશનના પૈસાના સાધનો ઉપયોગ કરતા હોય છે. સુરત કોર્પોરેશનમાં ઘણા એવા નિર્ણયો થતા હોય છે કે જેના કારણે પ્રજાના પૈસા પાણીમાં જતા હોય તેવું લાગે છે. અત્યારે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા લેપટોપ અને ટેબલેટ તમામ 120 જેટલા કોર્પોરેટરોને આપવાનો નિર્ણય કર્યો છે તે હાલ પુરતો મુલત્વી રાખવામાં આવ્યો છે.