રજૂઆત:‘કેસોનો ઝડપી નિકાલ કરવા સુરતમાં HCની બેન્ચ આપો’

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેસ 15 વર્ષે HCની બોર્ડ પર આવે છે: બાર એસો.

સુરતને હાઇકોર્ટની બેન્ચ આપવાની જૂની માંગણી ડિસ્ટ્રિકટ બાર એસોસિએશને ફરી વાર કરી સુપ્રીમ કોર્ટથી લઇ પીએમ સુધી રજૂઆત કરાઈ છે. બારની દલીલ છે કે, સુરત મેટ્રોપોલિટન સિટી કરતા વધુ વસ્તી ઘરાવે છે. સ્માર્ટ અને ડ્રીમ સિટી છે. ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતથી અનેક કેસ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.

હાલ એવી સ્થિતિ છે કે, નીચલી કોર્ટ જો કોઈ આરોપીને નિર્દોષ છોડે તો તેની અપીલ હાઇકોર્ટની બોર્ડ પર આવતા-આવતા 15 વર્ષ નીકળી જાય છે. સિવિલ અને દિવાની દાવા પણ હાઇકોર્ટમાં છે. સૂત્રો કહે છે કે, સુરત અને દક્ષિણ ગુજરાતના અંદાજે 50 હજારથી વધુ કેસ હાઇકોર્ટમા પેન્ડિંગ છે. લોકસભામાં શહેરના સાંસદ દર્શના જરદોષે સુરતને બેન્ચ મળે એ માટેનું બિલ મુક્યું છે. રાજ્યસભામાં પણ આ બિલ મુકાયું છે. બાર એસો.ના પ્રમુખ બ્રિજેશ પટેલે કહ્યું કે, શિયાળુ સત્રમાં જ આ બિલ પાસ થઈ જાય એવી આશા છે.

અન્ય સમાચારો પણ છે...