એજ્યુકેશન:‘આર્કિ.ની પહેલા વર્ષની ખાલી બેઠકો મેરીટ આધારે આપો’

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વર્ષે સરેરાશ 5 બેઠકો ખાલી રહે છે

દ‌િક્ષણ ગુજરાત યુનિવર્સિટીમાં આર્ટિટેક્ચર ડિપાર્ટમેન્ટના પહેલા વર્ષમાં ખાલી પડેલી અને બીજા વર્ષમાં પ્રવેશપાત્ર હોય તેવા વિદ્યાર્થીઓને મેરીટ આધાર પર કોલેજ ટ્રાન્સફરની મંજૂરી આપવાની માંગ ઉઠી છે. યુનિ.ના આર્કિટેકચર ડિપાર્ટમેન્ટમાં પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયાનો મેરીટના ધોરણે એ.સી.પી.સી દ્વારા કરાય છે, પણ પ્રથમ વર્ષના અંતે ખાલી પડી હોય તેવી બેઠકો ઉપર બીજા વર્ષના વિદ્યાર્થીને સીધો પ્રવેશ અપાય છે. અન્ય કોલેજની સરખામણીમાં યુનિ.ના ડિપાર્ટમેન્ટની ફી ઓછી હોવાથી ઘણી વખત ગેરરીતી માટે ‌ઓછી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ પહેલા ખાનગી કોલેજમાં પ્રવેશ મેળવી પાછળથી ડિપાર્ટમેન્ટમાં બીજા વર્ષમાં ટ્રાન્સફર મેળવી રહ્યા છે. પ્રતિવર્ષ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષના અંતે સરેરાશ 5 બેઠકો ખાલી પડતી હોય છે જેમાં ગેરરીતીનો અવકાશ રહેલો હોવાથી સેનેટ સભ્ય વિરેન મહિડાએ રજૂઆત કરી હતી કે કોઇપણ સંજોગોમાં પ્રથમ વર્ષના અંતે ખાલી બેઠકોની યાદી વર્તમાનપત્રમાં જાહેર કરી મેરીટના ધોરણે પ્રવેશ ફાળવવો જોઇએ, જેથી કોલેજ ટ્રાન્સફરમાં પારદર્શકતા જળવાઇ રહે.

અન્ય સમાચારો પણ છે...