તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
VNSGUની એક્સટર્નલ કોર્સની અંડર ગ્રેજ્યુએશનની પરીક્ષા 5 વર્ષમાં અને પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા 4 વર્ષમાં પૂર્ણ કરવાની હોય છે. જો વિદ્યાર્થી આ નિયત સમયમાં પરીક્ષા પૂર્ણ નહીં કરે તો તેણે ફરીથી અભ્યાસ કરવો પડતો હોય છે. આવી સ્થિતિથી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેતા હોય છે. જોકે, એક્સટર્નલ કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓ નોકરી કે ધંધા સાથે જોડાયેલા હોય છે. આવી ફરિયાદ સેનેટ સભ્ય કનુ ભરવાડને મળતા તેમણે યુનિવર્સિટીને પત્ર લખીને અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓને એક ચાન્સ આપવા માટે રજૂઆત કરી છે.
એમણે કહ્યું છે કે, બીકોમ, બીએ, એમકોમ અને એમએના એક્સટર્નલ કોર્સની પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. એક્સટર્નલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થી પોતાના વ્યવસાય કે નોકરી સહિતના અલગ અલગ કાર્યમાં સંકળાયેલા હોય છે. જેને કારણે છેલ્લા દસ વર્ષમાં પરિણામમાં ત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો છે. રેગ્યુલર કોર્સના જ વિદ્યાર્થીઓએે 5 ટ્રાયલે પણ એટીકેટી સોલ્વ કરી નથી તેને એક ચાન્સ આપવાનો નિર્ણય લેવાયો છે. તેવો જ લાભ એક્સટર્નલના વિદ્યાર્થીઓને પણ મળે તેવી મારી માંગ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.