• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Mysteriously Missing Girl Playing In The Yard On Diwali Night From Vadod Village Of Surat, More Than 100 Soldiers United Day And Night

પોલીસની શોધખોળ:સુરતના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી બાળકી રહસ્યમય રીતે ગુમ, 100થી વધુ જવાનોએ રાત-દિવસ એક કરી નાખી

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુમ બાળકીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ગુમ બાળકીની ફાઈલ તસવીર.
  • છેલ્લા 48 કલાકથી સુરત પોલીસના DCB,PCB સહિતના 100થી વધુ જવાનો શોધખોળ કરી રહ્યા છે

સુરતના પાંડેસરા વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી અઢી વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. છેલ્લા 48 કલાકથી સુરત પોલીસના DCB, PCB સહિતના 100થી વધુ જવાનોએ આખો વિસ્તાર ખોદી બાળકીને શોધી નાખવા માટે રાત-દિવસ એક કરી નાખી છે. બાળકી રમતા રમતા ક્યાંય ચાલી ગઈ કે માસૂમ બાળકીનું અપહરણ કરાયું એ વાતને લઈ શ્રમજીવી પરિવાર જ નહીં પણ પોલીસે પણ ચિંતા વ્યક્ત કરી છે.

બાળકીના ઘરની આસપાસ ઝાડી-જંગલ છે
વીએનસિંગ રખિયા (PSI, પાંડેસરા) એ જણાવ્યું હતું કે, ઘટના દિવાળીની રાતની છે. બાળકીના પિતા મિલમાં મજૂરી કામ કરે છે. બે બાળકીઓમાં આ મોટી દીકરી છે. ઘર આંગણે રમતા રમતા ગુમ થઈ ગઈ છે. ઘરની આજુબાજુ ઝાડી-જંગલ છે, પોલીસ બધા જ કામ છોડીને દીકરીને રાત-દિવસથી શોધી રહી છે.

સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે
વધુમાં જણાવ્યું હતું કે આજુબાજુના સીસીટીવી પણ ચેક કરાઈ રહ્યા છે. પાક્કો વિશ્વાસ છે કે દીકરીને શોધી નાખીશું. PCB, DCB સહિતની ટીમો તહેવારો છોડી કામે લાગી છે. 100થી વધુ પોલીસ જવાન દીકરીના ફોટો લઈ ગલી ગલીએ ફરી રહ્યા છે. બસ લોકો પણ શ્રમજીવી પરિવારની દીકરીને શોધવામાં આગળ આવે અને કોઈ પણ પ્રકારની માહિતી મળે તો પોલીસ કે પોલીસ કન્ટ્રોલનો સંપર્ક કરે એવી વિનંતી છે.