તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Girl Gets Pregnant In Surat, Three Lovers Arrested One After Another In Rape Case, Search For Fourth, Police Make Preparations For DNA

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગર્ભમાં કોનું બાળક?:સુરતમાં સગીરા ગર્ભવતી થઈ, દુષ્કર્મ કેસમાં એક પછી એક ત્રણ પ્રેમીની ધરપકડ, ચોથાની શોધખોળ ચાલુ, પોલીસે DNA કરાવવાની તૈયારી કરી

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીરાએ ચાર યુવકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતાં પોલીસ ચોંકી ઊઠી

સુરતમાં એક વિચિત્ર અને ચર્ચાસ્પદ કિસ્સો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. કતારગામની ધોરણ 10ની વિદ્યાર્થિની ગર્ભવતી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે સગીરા પર દુષ્કર્મ કેસમાં એક પછી એક ત્રણ પ્રેમીની ધરપકડ કરી છે, જ્યારે ચોથા પ્રેમીની શોધખોળ કરી રહી છે. સગીરાનું તેના ચાર પ્રેમીઓએ શોષણ કર્યું હોવાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

ઘટના શું હતી?
સુરતના કતારગામની 15 વર્ષીય સગીરા ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેની માતા 2009માં તેના પિતાથી અલગ થઈ હતી. ત્યાર બાદ કેટલીક વખત તેની માતા તો કેટલીક વખત તેના પિતા સાથે રહેતી હતી. 31 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થિનીને પેટમાં દુખાવો થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેને બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પરિવારજનોએ સમગ્ર હકીકત પૂછતાં કિશોરીએ સમગ્ર બાબત જણાવી હતી. જેથી પરિવારે સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પહેલા આરોપીએ મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું
સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમ થકી યશ વિજયભાઈ કડિયા નામના યુવકે મિત્રતા કેળવી હતી અને બાદમાં તેની સાથે અવારનવાર વાતચીત કરતો હતો. બાદમાં કિશોરીને વિશ્વાસમાં લઈને પ્રેમભરી વાતો કરી તેને તેના મિત્રના ઘરે લઇ ગયો હતો, જ્યાં તેણે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ કોઈને પણ જાણ ન કરી હતી. જોકે કિશોરી ગર્ભવતી થતાં ભાંડો ફૂટી ગયો હતો.

કિશોરીએ આરોપીને બચાવવા જુઠ્ઠાણું ચલાવ્યું હતું
કિશોરીએ ગર્ભવતી હોવા અંગે પોલીસને પહેલા જુઠ્ઠું કહ્યું હતું. જોકે ત્યાર બાદ યશનું નામ આપ્યું હતું. આ મામલે પરિવારજનોની ફરિયાદને આધારે કતારગામ પોલીસે તપાસ શરૂ કરી હતી. આરોપી યશ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તેની પર કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી હતી.

પોલીસે પરિવારને સાથે રાખી કાઉન્સેલિંગ કર્યું
કતારગામ પોલીસે પરિવારને સાથે રાખી સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું, જેમાં પહેલા યશનું નામ આપ્યું હતું, ત્યાર બાદ સગીરાએ ધીરજ નામના યુવકનું નામ આપ્યું આપ્યું હતું. ધીરજે લલચાવી-ફોસલાવી કુકર્મ કર્યું હોવાનું સગારીએ જણાવ્યું હતું, જેથી પોલીસે ધીરજ ચૌહાણની ધરપકડ કરી છે.

બે પ્રેમીની ધરપકડ બાદ વધુ બેનાં નામ આપ્યાં
સગીરાએ બે પ્રેમીએ દુષ્કર્મ આચર્યાનું જણાવ્યા બાદ વધુ બે યુવકોનાં નામ આપતાં પોલીસ ચોંકી ઊઠી હતી, જે પૈકી અજય નગરાળેની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે. સગીરાના ગર્ભમાં કોનું બાળક છે એ જાણવા પોલીસે તમામ આરોપીઓના ડીએનએ માટે સેમ્પલ લેવાની તૈયારી કરી રહી છે. ડીએનએ પરીક્ષણમાં સગીરાના ગર્ભમાં કોનું બાળક છે એ સ્પષ્ટ થઈ જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો