તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પ્રયોગ:સુરતમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની ઈમ્યુનિટી વધારવા માટે ગીર ગાયના દુધનો પ્રયોગ

સુરત2 મહિનો પહેલા
ડભોલીમાં કતારગામ મિત્રવંજ પરિવાર દ્વારા એક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
  • કોવિડના દર્દીઓ માટે ઈમ્યુનિટી વધુ જરૂરી છે અને તે ગીર ગાયના દુધમાંથી વધુ મળી રહે છે

સુરતના એક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની ઈમ્યુનિટી વધારવા માટે ગીર ગાયના દુધનો પ્રયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત દર્દીઓ માટે આલ્કેન વોટર આપવા સાથે સાથે ઓક્સિજનની માત્ર વધારવા માટે મીથેલીન બ્યુનો ઉપયોગ થઈ રહ્યો છે. વિવિધ દાતાઓ પોત-પોતાનાથી થતી મદદ કરતાં હોવાની સાથે કોવિડ કેર સેન્ટરમાં આવતાં દર્દીઓ માટે હકારાત્મક માહોલ બની રહ્યો છે.

મિત્રવંજ પરિવાર દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ
સુરત મહાનગર પાલિકાના રાંદેર અને અઠવા ઝોન સાથે સાથે કતારગામ ઝોનમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. જેમાં સામાન્ય લક્ષણ કે પાંચથી સાત લીટર ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓને રાખવા માટે કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવી રહ્યાં છે. આવી જ રીતે ડભોલીમાં કતારગામ મિત્રવંજ પરિવાર દ્વારા એક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. મિત્ર મંડળના સભ્યો દ્વારા ખર્ચ ઉઠાવવા સાથે સાથે વિવિધ દાતાઓ પણ સભ્યો જ બની ગયાં છે.

ગીર ગાયના દુધ સાથે પોસ્ટિક આહાર આપવામાં આવે છે.
ગીર ગાયના દુધ સાથે પોસ્ટિક આહાર આપવામાં આવે છે.

ગીર ગાયનું દુઘ કોવિડના દર્દીઓને આપવાનો નિર્ણય
હાલમાં કોવિડના દર્દીઓને ઈમ્યુનિટીની વધુ જરૂર હોય આ મિત્ર મંડળના સભ્ય પરેશ સાકરિયાએ પોતાની ગૌશાળામાં રાખેલ ગીર ગાયનું દુઘ કોવિડના દર્દીઓને આપવાનો નિર્ણય કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, કોવિડના દર્દીઓ માટે ઈમ્યુનિટી વધુ જરૂરી છે અને તે ગીર ગાયના દુધમાંથી વધુ મળી રહે છે. તેથી આ જગ્યાએ જેટલા પણ દર્દી હોય તે દર્દીઓને દુધ આપવાની જવાબદારી લીધી છે અને જ્યાં સુધી સેન્ટર ચાલશે ત્યાં સુધી દુધ સપ્લાય પણ કરશે.

મિત્ર મંડળના સભ્ય પરેશ સાકરિયાએ પોતાની ગૌશાળામાં રાખેલ ગીર ગાયનું દુઘ કોવિડના દર્દીઓને આપવાનો નિર્ણય કર્યો.
મિત્ર મંડળના સભ્ય પરેશ સાકરિયાએ પોતાની ગૌશાળામાં રાખેલ ગીર ગાયનું દુઘ કોવિડના દર્દીઓને આપવાનો નિર્ણય કર્યો.

દર્દીઓને સામાન્ય પાણીને બદલે આલ્કેન વોટર
ચીમન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે દર્દીઓમાં ગભરાટ છે અને તેઓ માટે હકારાત્મક માહોલ ઉભો કરવો ખાસ જરૂરી છે. તે અહીંના મિત્રો દ્વારા ઉભો કરવામા આવે છે. અહી પાંચથી સાત લીટર ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓને રાખવામાં આવે છે અને તેઓના ઓક્સિજનના પ્રમાણ માટે મીથીલીન બ્લુનો ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ દર્દીઓને સામાન્ય પાણીને બદલે આલ્કેન વોટર આપવામાં આવી રહ્યું છે. આ જગ્યાએ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામા આવ્યું છે તેમાં વિવિધ દાતાઓ આગળ આવી રહ્યાં છે અને દર્દીઓને હકારાત્મક વાતારણ સાથે સારવાર આપવામાં આવી રહી છે.