તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Sachin GIDC Of Surat, A Girl Playing In The Yard Was Taken Home By A Neighbor And Lured By Chocolate, The Youth Was Arrested

દુષ્કર્મ:સુરતની સચિન GIDCમાં ઘર આંગણે રમતી બાળકીને પાડોશી યુવકે ચોકલેટની લાલચે ઘરમાં લઈ જઈ પીંખી નાખી, યુવાનની ધરપકડ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • બાળકીના ગુપ્તભાગ પાસેથી ઇજાના નિશાન મળી આવ્યા
  • ગંભીર હાલતમાં બાળકીને સિવિલમાં દાખલ કરવી પડી

સુરતની સચિન GIDCમાં એક 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. બાળકીને રાત્રે પોલીસ સારવાર માટે સિવિલ લઈ આવતા દાખલ કરવી પડી છે. ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી જઇ પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી આરોપી યુવકને ઝડપી પાડ્યો છે.

બાળકીના ગુપ્તભાગ પાસેથી ઇજાના નિશાન પણ મળી આવ્યા
મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રીના સાડા નવ વાગ્યાની છે. પાડોશી સોનુ વર્મા નામના યુલકે બાળકીને લગભગ કંઈક ખવડાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. ઘટના બાદ પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ બાળકીને શારીરિક તપાસ માટે સિવિલ લઈ આવી હતી. એટલું જ નહીં પણ બાળકીના ગુપ્તભાગ પાસેથી ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. હાલ બાળકીને સિવિલમાં દાખલ કરાઈ છે.

આરોપી સુરતમાં એકલો રહે છે
એમ. વી. તડવી (પીઆઈ સચિન GIDC)એ જણાવ્યું હતું કે ઘટના સોમવારની રાત્રે સાડા નવ વાગ્યાની છે. પાડોશમાં રહેતો સોનુ ઉર્ફે બંટી વર્મા નામનો ઈસમ ઘર આંગણે રમતી બાળકીને ચોકલેટ કે બિસ્કિટ ખવડાવવાની લાલચ આપી પોતાના ઘરમાં લઈ ગયો હતો. ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ કરી છોડી ગયો હતો. જોકે બાળકીને લોહી લુહાણ હાલતમાં જોયા બાદ પરિવારે પોલીસની મદદ માંગી હતી. હાલ પોલીસે બાળકીને સિવિલમાં શારીરિક તપાસ માટે મોકલતા માસૂમને દાખલ કરી દેવાય છે. જ્યારે આરોપી સોનુને ઝડપી પાડ્યો છે. સીનુ યુપીનો રહેવાસી અને સુરતમાં એકલો રહે છે તેમજ મિલમાં કલરકામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ વધુ તપાસ ચાલી રહી છે.