• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Kadodora GIDC Fire In Surat Is Reminiscent Of The Takshashila Fire, Here Too The Worker Jumped From The Third fifth Floor

વધુ એક 'તક્ષશિલા':સુરતની કડોદરા GIDCની આગની ઘટનાએ તક્ષશિલા અગ્નિકાંડની યાદ અપાવી દીધી, અહીં પણ કારીગરો ત્રીજા-પાંચમા માળેથી કૂદ્યા

સુરત2 મહિનો પહેલાલેખક: સુનિલ પાલડિયા
તક્ષશિલા અગ્નિકાંડની ફાઈલ તસવીર.
  • તક્ષશિલાની આગમાં પણ વિદ્યાર્થીઓ ચોજા માળેથી કૂદ્યા હતા અને ક્લાસીસમાં જીવતા ભુંજાયા હતા

સુરતની કડોદરા GIDCની પાંચ માળની કંપનીમાં લાગેલી આગે તક્ષશિલા અગ્નિકાંડની યાદ અપાવી છે. કડોદરાની આગમાં પણ એક કામદારે જીવ બચાવવા પાંચમા માળેથી કૂદતા મોત થયું છે અને ઘણા કારીગરો ત્રીજા અને ચોથા માળેથી કૂદતા ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે તક્ષશિલામાં પણ વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ચોજા માળેથી કૂદ્યા હતા. તક્ષશિલા અને કડોદરા બંનેની આગ ઉગ્રરૂપ ધારણ કર્યું હતું. તક્ષશિલા આગમાં બિલ્ડર, પાલિકાના અધિકારી, ક્લાસીસ સંચાલક સહિતનાની બેદરકારી સામે આવી હતી. જ્યારે કડોદરાની આગમાં હજુ સુધી આગનું કારણ સામે આવ્યું નથી.

તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોના મોત થયા હતા
સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલી તક્ષશિલા આર્કેડમાં ગત 24 મે 2019એ આગની ઘટના બની હતી. આ ઘટનામાં તક્ષશિલા આર્કેડના ચોથા માળે સળગી જવાથી 16 વિદ્યાર્થીઓના મોત થયા હતાં. જ્યારે 6 લોકોના ચોથા માળેથી કૂદવાના કારણે મોત થયા હતાં. આમ સમગ્ર ઘટનામાં 22 માસૂમોનો જીવ ગયો હતો.

તક્ષશિલામાં આગ લાગતા ચોથા માળેથી વિદ્યાર્થીઓ કૂદ્યા હતા.
તક્ષશિલામાં આગ લાગતા ચોથા માળેથી વિદ્યાર્થીઓ કૂદ્યા હતા.

જીવ બચાવવા 5મા માળેથી કૂદતા એકનું મોત, એક જીવતો ભુંજાયો
કડોદરા GIDCમાં વિવાહ પ્રોસેસમાં આગમાં લાગતા સુરતની 25થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. યાર્ન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાના મટીરીયલને લઈ આગ ઉગ્ર બની હતી. જેને લઈ 5 ફ્લોર પર આવેલા એમ્બ્રોડરીના કારખાનાના કારીગરોમાં ભયનો માહોલ ઉભો થયો હતો અને ભાગદોડ મચી ગઇ હતી. કેટલાક ધાબા પર દોડી ગયા હતા. એક કર્મચારી નીચે કૂદી પડતા એનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કર્મચારીનો મૃતદેહ બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. હાઇડ્રોલિક ક્રેનની મદદથી 100-125 જણાને બચાવી લેવાયા હતા.

કડોદરા જીઆઈડીસીમાં કારીગરો ત્રીજા અને પાંચમા માળેથી કૂદ્યા હતા.
કડોદરા જીઆઈડીસીમાં કારીગરો ત્રીજા અને પાંચમા માળેથી કૂદ્યા હતા.

તક્ષશિલામાં બેદરકારી સામે આવી હતી
તક્ષશિલા અગ્નિકાંડમાં બિલ્ડર, પાલિકાના અધિકારી, ક્લાસીસ સંચાલક સહિતનાની બેદરકારી સામે આવી હતી. જેમાં ક્લાસીસમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો અને તે રસ્તો જ સળગી જતા ક્લાસીસમાં 16 વિદ્યાર્થીઓ જીવતા ભુંજાયા હતા. જ્યારે ક્લાસીસમાંથી જીવ બચાવવા કૂદી જનાર 6 જટેલા વિદ્યાર્થીઓનું મોત તયું હતું. જ્યારે કડોદરાની આગમાં હજુ સુધી આગનું કારણ સામે આવ્યું નથી. જોકે, ફાયર સિસ્ટમને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોના વાલીઓ આજે પણ ન્યાય માટે રજૂઆતો કરી રહ્યા છે.
તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોના વાલીઓ આજે પણ ન્યાય માટે રજૂઆતો કરી રહ્યા છે.

તક્ષશિલા અગ્નિકાંડમાં વાલીઓના હજુ પણ ન્યાય માટે વલખા
તક્ષશિલા અગ્નિકાંડને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. બેદરકારી દાખવનાર 14થી વધુ અધિકારી સહિતનાની સામે કેસ પણ ચાલી રહ્યો છે. જોકે, વાલીઓ દ્વારા નાના અધિકારીઓ સામે પગલાં લેવાયા પણ મોટા અધિકારીઓને બચાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી મૃતકોના વાલીઓ દ્વારા પોલીસ કમિશનર સહિતનાને રજૂઆતો કરવામાં આવે છે. જોકે, હજુ સુધી વાલીઓ ન્યાયથી વંચિત હોવાનું વાલીઓનું કહેવું છે.