તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Even After Getting The Status Of International Airport In Surat, Instead Of AAI The State Government Is Raising Rs 1 2 Crore Every Year

RTI એક્ટિવિસ્ટનો દાવો:સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ પણ AAIના બદલે રાજ્ય સરકાર દર વર્ષે 1-2 કરોડનો ખર્ચ ઉપાડી રહી છે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત એરપોર્ટની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત એરપોર્ટની ફાઈલ તસવીર.
  • વર્ષ 2003થી 2021 સુધીમાં અંદાજે 17 કરોડ રૂપિયા વીજળી, 1 કરોડ પાણી અને 15 કરોડ સુરક્ષા કર્મી પોલીસે કે જે રાજ્ય સરકાર પુરા પાડે છે તેની પાછળ ખર્ચાય ચુક્યા છે

સુરત એરપોર્ટને લઈ એક નવો વિવાદ સામે આવ્યો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયા બાદ પણ છેલ્લા ઘણા વર્ષોથી એરપોર્ટનો તમામ ખર્ચ AAIના બદલે ગુજરાત સરકાર ઉપાડી રહી હોવાનું એક RTI એક્ટિવિસ્ટે માગેલી માહિતીમાં જાણવા મળ્યું છે. જેને લઈ રાજ્ય સરકારે દર વર્ષે 1થી 2 કરોડનો વધારાનો બોજો ઉપાડવા મજબૂર બની હોવાની ચર્ચાઓ સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી સુરત એરપોર્ટ પરથી દર મહિને 1થી 1.5 લાખ યાત્રીઓની અવર જવર થઈ રહી છે.

એરપોર્ટ પર થતી સંપૂર્ણ આવક AAI લઇ જશે
નામ ન લખવાની શરતે RTI એક્ટિવિસ્ટ એ જણાવ્યું હતું કે, જે તે સમયે સુરત એરપોર્ટ ને લઈ રાજ્ય સરકાર અને AAI દ્વારા એક MOU (સમજૂતી કરાર ) કરાયો હતો, જેમાં લખેલી શરત મુજબ બે ત્રણ વર્ષ અથવા જ્યાં સુધી સુરત એરપોર્ટ પર થોડી ઘણી યાત્રીઓની અવરજવર શરૂ નહીં થાય ત્યાં સુધી વીજળી, પાણી તથા પોલીસ સુરક્ષાનો ખર્ચો રાજ્ય સરકારે ભોગવાનો રહેશે. તદ્ ઉપરાંત AAIને એરપોર્ટના વિસ્તરણ માટેની કોઈ પણ જમીનની જરૂર હોય તો તે પણ રાજ્ય સરકાર દ્વારા મફત પુરી પાડવાની રહેશે. એરપોર્ટ પર થતી સંપૂર્ણ આવક AAI લઇ જશે અને ગુજરાત સરકારને એમાંથી એક પણ ફૂટી કોડી પણ મળશે નહીં, જોકે છેલ્લા ત્રણ વર્ષથી સુરત એરપોર્ટ પરથી દર મહિને એક 1થી 1.5 લાખ યાત્રીઓની અવર જવર થઈ રહી છે. સુરત એરપોર્ટને શારજાહની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પણ મળી ગઈ છે. તેમ છતાં રાજ્ય સરકાર દર વર્ષે 1થી 2 કરોડનો બોજો ઉપાડતા ચર્ચાનો વિષય બન્યો છે.

RTIમાં ચોંકાવરનારી વિગતો સામે આવી.
RTIમાં ચોંકાવરનારી વિગતો સામે આવી.

વીજળી, પાણી, CISFનો ખર્ચો AAIને ઉપાડવાનો આવે
નામ ન લખવાની શરતે તમામ RTIના પુરાવા આપી RTI એક્ટિવિસ્ટે જણાવ્યું હતું કે, 2006ના MOU(કરાર) ની શરત મુજબ આ ખર્ચો AAI દ્વારા કરવામાં આવતો નથી અને રાજ્ય સરકારની તિજોરી પર વર્ષે 1-2 કરોડનો ભારી બોજો પડી રહ્યો છે. એવો MOU ગુજરાત કે અન્ય રાજ્યના કોઈ પણ એરપોર્ટ માટે AAI દ્વારા કરવામાં આવ્યો નથી. રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા જેવા એરપોર્ટ કે જેનું સંચાલન AAI કરે છે ત્યાં સુરત કરતા ઘણા ઓછા યાત્રી પ્રવાસીઓ અવર-જવર કરે છે છતાં પણ વીજળી, પાણી, CISFનો ખર્ચો AAI જ કરે છે.

AAIના બદલે રાજ્ય સરકાર તમામ ખર્ચે ભોગવી રહી છે.
AAIના બદલે રાજ્ય સરકાર તમામ ખર્ચે ભોગવી રહી છે.

સુરત એરપોર્ટને CISFની સેવાસુરક્ષા પણ મળી નથી
વધુમાં જણાવ્યું હતું કે, આ MOUને કારણે જ સુરત એરપોર્ટને CISF-સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સેક્યુરીટી ફોર્સની સેવા કેટલા વર્ષોથી મળી શકી નથી. દેશમાં આ એક જ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે કે જ્યાં CISF નથી અને એક જ એવું હવાઈ મથક છે જ્યાં 50000થી વધારે યાત્રી પ્રવાસ કરે છે છતાં CISF નથી. AAIની જવાબદારી છે કે તેઓ તાત્કાલિક ધોરણે MOUમાં ફેરફાર કરીને ફક્ત મફત જમીન માટેની શરત સિવાયની તમામ જવાબદારીમાંથી ગુજરાત સરકારને મુક્ત કરે. આ માટે રાજ્યના સંસદ-વિધાનસભા સભ્યો તથા સુરત એરપોર્ટ માટે કામ કરતી દરેક સંસ્થા અવાજ ઉઠાવે અને સુરત એરપોર્ટને જે અન્યાય થાય છે તે દૂર કરવા માટે પ્રયત્ન કરી રહી હોવાનું પણ જણાવ્યું છે.

વર્ષ 2015થી 2017 સુધીમાં ચૂકવાયેલા બીલની વિગત.
વર્ષ 2015થી 2017 સુધીમાં ચૂકવાયેલા બીલની વિગત.

લૂંટ બંધ થવી જોઈએ
સુરત એરપોર્ટના વિકાસ માટે લડત ચલાવનારે જણાવ્યું હતું કે, વર્ષ 2003થી 2021 સુધીમાં અંદાજે 17 કરોડ રૂપિયા વીજળી, 1 કરોડ પાણી અને 15 કરોડ સુરક્ષા કર્મી પોલીસે કે જે રાજ્ય સરકાર પુરા પાડે છે તેની પાછળ ખર્ચાય ચુક્યા છે, હવે આ લૂંટ બંધ થવી જોઈએ અને AAI પોતે આ ખર્ચા નું વહન કરવાનું શરૂ કરવું જોઈએ.