આયોજન:ન્યાય મેળવવો મોંઘો, સામાન્ય માણસની એ મુશ્કેલી છે : તોમર

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયબર ક્રાઇમ એન્ડ ઇન્વેસ્ટિગેશન સેમિનાર યોજાયો: સત્ર ન્યાયાધીશ વી.કે વ્યાસે કહ્યું, દરેકને પોતાની મુશ્કેલી, જ્યુડિશરી પણ ઓવર બર્ડન છે

સાયબર ક્રાઇમ એન્ડ ઇન્વેસ્ટિગેશન પર સેમિનારમાં સીપી અજય તોમરે કહ્યું હતું કે પોલીસ ઓવર બર્ડન છે તેથી ઇન્વેસ્ટિગેશનને પ્રાથમિકતા આપી શકતી નથી. ન્યાય મેળવવો મોંઘો છે, જે સામાન્ય માણસની મુશ્કેલી છે. સત્ર ન્યાયાધિશ વી.કે.વ્યાસે કહ્યું કે, સુરતનું ક્રાઇમ સૌથી ખરાબ છે, આપણો અલ્ટીમેટ ગોલ ન્યાય કરવાનો છે. સરકારી વકીલ સુખડવાલાએ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિનું મહત્વ સમજાવ્યંુ હતુ.

સાયબર ક્રિમિનલ ઓછું ભણેલાં પણ હાઈલી ટેક્નોક્રેટ
પોલીસ કમિશનરે કહ્યું હતું કે સાયબર ક્રાઇમ કરનાર દસમી કે બારમી ફેઇલ હોય છે. પરંતુ તેઓ હાઇલી ટેકનિકલ ક્રાઇમને અંજામ આપે છે. હાલના સંજોગોમાં જસ્ટીસ મોંઘુ થયું, જે સામાન્ય માણસની મુશ્કેલી છે.

એરપોર્ટ-બિલ્ડિંગનો કેસ ઘણો જ ટેકનિકલ: કલેકટર
આજે ડેટાનો આપણા જીવનમા અગત્યનો રોલ છે. એરપોર્ટ-ક્રેડાઇ વાળો કેસ ડેટા ડ્રિવન કેસ છે. જો આવા ટેકનિકલ કેસમાં પોતાને અવેર ન રાખીએ તો આપણે ન્યાય આપવામાં ટુંકા પડીએ.

‘પ્રોસિક્યુશનને ધ્યાનમાં રાખી ઇન્વેસ્ટિગેશન થતું નથી’
સત્ર ન્યાયાધિશ વી.કે.વ્યાસે જણાવ્યું કે દરેકને પોતાની મુશ્કેલી છે, ઓવર બર્ડન જ્યુડિશયરી પણ છે. આ બધાંની વચ્ચે ફરિયાદ કરવાનો મતલબ નથી. આમાં જ કામ કરવાનું છે. મંે સુરત આવીને જોયુ છે કે સુરત જેટલુ ખરાબ ક્રાઇમ નથી જોયુ, ગુજરાતમાં સૌથી ખરાબ ક્રાઇમ સુરતનું છે.

સાયબર ક્રાઇમનું ઇન્વેસ્ટિગેશન સારુ થાય, ડિટેકશન થાય અને ચાર્જશીટ થાય, અ્ને આ પછીનો તબક્કો પ્રોસિક્યુશનનો છે. જેટલુ ડિટક્સનનું મહત્વ એટલું જ પ્રોસિક્યુશનનું. પ્રોસિક્યુશનને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન થતુ નથી. કશ્મીરમાં લોકો એમ કહે છે કે સુરત મત જાના.

અન્ય સમાચારો પણ છે...