સિદ્ધિ:સુરતના વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાની 'મિકેનિકલ એન્જિનિયરિંગ કેડ સ્પર્ધા'માં દ્રિતીય ક્રમાંક મેળવ્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થી દિપક શિવરામભાઈ પોલએ દ્રિતીય ક્રમાંક મેળવીને સુરત અને કોલેજ પરિવારનું ગૌરવ વધાર્યું. - Divya Bhaskar
વિદ્યાર્થી દિપક શિવરામભાઈ પોલએ દ્રિતીય ક્રમાંક મેળવીને સુરત અને કોલેજ પરિવારનું ગૌરવ વધાર્યું.
  • અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાંથી 8 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષા માટે ક્વોલીફાઈ થયાં હતાં

કેન્દ્ર સરકારના 'સ્કીલ ઇન્ડિયા' અભિયાન અંતર્ગત ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન આયોજિત રાજ્યકક્ષાની 'મિકેનિકલ એન્જિનિયરિંગ કેડ' સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સુરતની એસ. એન્ડ એસ.એસ. ગાંધી કોલેજના વિદ્યાર્થી દિપક શિવરામભાઈ પોલએ દ્રિતીય ક્રમાંક મેળવીને સુરત અને કોલેજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

રાજ્યમાં પ્રિ-સ્ક્રીનીંગ રાઉન્ડમાં 200 જેટલા સ્પર્ધકો પસંદગી પામ્યા હતાં
ગત 28 ઓગસ્ટના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર ઝોનમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 20 જેટલી સ્કીલ સ્પર્ધાઓ યોજાઈ હતી. રાજ્યમાં પ્રિ-સ્ક્રીનીંગ રાઉન્ડમાં 200 જેટલા સ્પર્ધકો પસંદગી પામ્યા હતાં. જેમણે આગળની ઝોનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પૈકી 200માંથી 2 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રમાણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર ઝોનમાંથી પ્રતિ ઝોન 2 વિદ્યાર્થીઓ મળી કુલ 8 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા માટે ક્વોલીફાઈ થયાં હતાં.

તાલીમ મેળવીને મારા કૌશલ્યને વિકસાવવામાં ખુબ મદદ મળી
મૂળ મહારાષ્ટ્રના પૂણેના વતની અને સુરતમાં ગાંધી કોલેજમાં મિકેનિકલ ડિપ્લોમાનો અભ્યાસ કરતાં દિપક પોલે જણાવ્યું હતું કે, એસ. એન્ડ એસ.એસ ગાંધી સંચાલિત કેડ સેન્ટરમાં યુવાનોમાં એન્જિનિયરિંગ સિવાયની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાં તાલીમ પૂરી પાડી કૌશલ્યવર્ધન કરવામાં આવે છે. જેમાં તાલીમ મેળવીને મારા કૌશલ્યને વિકસાવવામાં ખુબ મદદ મળી હતી. હવે આગામી દિવસોમાં જયપુર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જઈશ. રાજ્યમાં બીજો ક્રમ પ્રાપ્ત થવાં બદલ હું ખુબ આનંદિત છું. મને સમગ્ર મિકેનિકલ વિભાગ, ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ તેમજ કોલેજ પરિવાર દ્વારા દિપક પોલને શુભેચ્છાઓ પાઠવી હતી.