• Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Get Tested For Next 35 Days Even If It Is Critical, Cold cough, Doctors Advise Elders Not To Leave The House Till February.

સુરતના ડોક્ટરો સાથે ખાસ વાચચીત:‘આગામી 35 દિવસ ક્રિટિકલ, શરદી-ખાંસી હોય તો પણ ટેસ્ટ કરાવી લો, વડીલો ફેબ્રુઆરી સુધી ઘરની બહાર ન નીકળે’

સુરત19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • દિવ્ય ભાસ્કરે લોકોને મુંઝવતા પ્રશ્નોના જવાબ કોવિડના નિષ્ણાંત ડો. સમીર ગામી, ડો. પ્રતિક સાવજ અને ડો. પારૂલ વડગામા પાસેથી મેળવ્યા
 • ડેલ્ટામાં ગળું બેસતું ન હતું જ્યારે ઓમિક્રોનમાં ગળું બેસી જાય છે
 • 15થી 18ના બાળકોને રસીની અસર 27 દિવસે થાય એટલે રસી લેનારે પણ સાચવવું જરૂરી

સુરતમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના કેસ 9 ગણા વધ્યા છે. પહેલી જાન્યુઆરીએ 164 કેસ હતા જે 7 જાન્યુઆરીએ 1452એ પહોંચી ગયા છે. પોઝિટિવિટી રેટ પણ છ ટકા ઉપર પહોંચી ગયો છે. ત્યારે લોકોમાં પણ ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયેન્ટને લઈને જાતભાતની વાતો વહેતી થઈ છે.

 • લગ્નમાં 400ની મંજૂરી પણ... ડો. વડગામા - પ્રતિક સાવજ કહે છે, ‘શક્ય હોય તો જવાનું ટાળો, કારણ એક ઓમિક્રોન દર્દી 12થી 15 લોકોને સંક્રમિત કરી શકે છે’
 • N95 માસ્ક પહેરવું જોઈએ... ડો. સમીર ગામી કહે છે, ‘N-95 માસ્ક પર ચોંટેલો વાઇરસ 16 કલાક સુધી શરીરમાં જઈ ન શકે, ત્યાર બાદ તે નિષ્ક્રિય થઈ જાય છે’
 • હાલની લેહરમાં સાદા માસ્ક જોખમી... ડો. ગામી કહે છે, ‘સાદા માસ્ક પર ચોંટેલો વાઇરસ કપડાના છીદ્રો મારફતે 2 જ કલાકમાં શરીરમાં પ્રવેશી શકે છે’

આ સ્થિતિમાં દિવ્ય ભાસ્કરે લોકો પાસેથી તેમને મુંઝવતા પ્રશ્નો મંગાવ્યા હતા જેના જવાબ રાજ્ય સરકારે નિયુક્ત કરેલી ટાસ્ક ફોર્સના પ્રતિનિધિ અને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડો. સમીર ગામી તથા ડો. પ્રતિક સાવજ, ડો. પારૂલ વડગામા પાસેથી મેળવ્યા હતા. તેમનું કહેવું છે કે, ‘આગામી 35 દિવસ ક્રિટિકલ રહેશે. શરદી-ખાંસી જેવી સામાન્ય તકલીફ પણ હોય તો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આ ઉપરાંત ફેબ્રુઆરી સુધી વડીલોએ ઘરની બહાર નીકળવું જોઈએ નહીં’ (જલ્પેશ કાળેણા સાથેની વાતચીત મુજબ)

ડો. સમીર ગામી
ડો. સમીર ગામી

સવાલ - હાલ રેન્ડમ ટેસ્ટ થાય તો પણ મોટાભાગના પોઝિટિવ આવે છે? તથા સામાન્ય લક્ષણો હોય તો ટેસ્ટ જોઈએ કે દવાથી ચાલી જાય ?
જવાબ -
અત્યારે રેન્ડમ ટેસ્ટ કરવામાં આવે તો પણ ઘણા પોઝિટિવ આવી રહ્યા છે. કારણ કે, ઓમિક્રોન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડેલ્ટા વેરિયેન્ટ કરતાં તેની ચેપ લાગવાની ક્ષમતા 4 ગણી વધારે છે. તમને સિમ્પ્ટમ્સ નથી તો ટેસ્ટની કોઈ જરૂર નથી. પણ જો ખાંસી, તાવ અને શરીર દુ:ખે છે તો ટેસ્ટ કરાવી જ લેવો જોઇએ. કોરોના પોઝિટવ આવે અને માઈલ્ડ સિમ્પ્ટમ્સ હોય તો 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન થઈ જવું હિતાવહ છે. 7 દિવસમાંથી છેલ્લાં 3 દિવસ તાલ ન હોય તો 8મા દિવસે હોમ આઈસોલેશન પૂરું કરી શકાય.

સવાલ - જેમણે રસીના બંને ડોઝ લીધા હોય તેમને પણ ઓમિક્રોન થઈ શકે ખરો?
જવાબ - હા. આ મ્યુટેડ વાઈરસ છે. તેમાં જે વાયરસના જીનોમ અલગ હતાં. એટલે આપણને અલગ વાયરસની વેક્સિન મળી છે. ઓમિક્રોન મ્યુટેડ થઈને આવ્યો છે. છતાં વેક્સિન લીધી હોય તો વધારે અસર નહીં થાય.

સવાલ - જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લગ્નના કાર્યક્રમોમાં ફેરફાર થવાં જોઈએ ? સાવચેતીરૂપે શું કરવું જોઈએ?
જવાબ - આગામી 35 દિવસ સૌથી મહત્વના છે. ત્રીજી લહેરની પિક સુરતમાં જાન્યુઆરીના છેલ્લા વિક કે ફેબ્રુઆરીના પહેલા વિકમાં આવશે. આ સમયમાં જ લગ્ન ગાળો છે. એટલે મેરેજ, ફંક્શનો પર રિસ્ટ્રીક્શન લાવવું જોઈએ.

ડો. પ્રતિક સાવજ
ડો. પ્રતિક સાવજ

સવાલ - મને ખબર કેવી રીતે પડી શકે કે સંક્રમણ ઓમિક્રોનનું છે કે ડેલ્ટાનું?
જવાબ - જીનોમ ટેસ્ટ વગર ખબર ન પડી શકે. પરંતુ ગળુ બેસી જવું, શરદી થવી, તાવ આવવો, સુંઘવાની ક્ષણતા જતી રહેવી. ડાયેરિયા થવા, શરીર તૂટવું વગેરે હોય તો કોરોના હોઈ શકે છે.

સવાલ - અત્યારે ઘણાં લોકોને શરદી-ખાંસી છે તો શું એ ઓમિક્રોન કે કોરોના હોય શકે છે ?
જવાબ - અત્યારે શરદી-ખાંસીના જે કેસ આવી રહ્યા છે તેનું મુખ્ય કારણ કોરોના જ છે અને આવા મોટાભાગના લોકોને કોરોના હોઈ શકે છે. પરંતુ જો બે મહિના પહેલાં આટલા કેસ હોત તો કોરોના નથી એવું કહી શકાતે. કારણ કે ત્યારે ફ્લૂ હતો.

સવાલ - શરદી-ખાંસી એ બદલાતી સિઝનને કારણે પણ હોય શકે છે તો આવા લક્ષણોમાંથી કોરોનાને છૂટો કેવી રીતે પાડી શકાય ?
જવાબ - લક્ષણોને આધારે છૂટા પાડવા મુશ્કેલ છે. પરંતુ એક જ ઉપાયય છે. RT-PCR ટેસ્ટ. સિઝનલમાં શરદી-ખાંસી માત્ર નાક સુધી જ સિમિત હોય છે. પરંતુ કોરોનામાં શરીર પણ દુ:ખે છે. ઉધરસની સાથે-સાથે તાવનું લેવલ પણ વધારે હોય છે. માત્ર લક્ષણોના આધારે કહેવું મુશ્કેલ છે.

ડો. પારૂલ વડગામા
ડો. પારૂલ વડગામા

સવાલ - ઓમિક્રોન અને ડેલ્ટા વચ્ચે શું અંતર છે ?
જવાબ - ઓમિક્રોન અને ડેલ્ટા બંને અલગ અલગ સમયે ઉદભવેલા વેરિએન્ટ છે. ડેલ્ટા ફેફસાં પર જલ્દી ઈન્ફેક્ટ કરતો હતો. જેથી કરીને ઓક્સિજનનું લેવલ ડાઉન થતું હતું. ડેલ્ટામાં ટેસ્ટ અને સ્મેલ પણ જતા રહેતા હતાં. જ્યારે ઓમિક્રોન માઈલ્ડ છે. ઓમિક્રોનના લક્ષણોમાં સ્નાયુમાં અસહ્ય દુખાવો અને વિકનેસ ખાસ લક્ષણો છે. ઓમિક્રોન ફેફસાં પર હાવી થતો નથી. બંનેમાં તાવ આવે છે. જો RT-PCR પોઝિટિવ આવે તો તરત જ ક્વોરન્ટાઇન થવું જોઈએ.

સવાલ - ત્રીજી લહેર હજુ કેટલા દિવસ ચાલી શકે છે?
જવાબ - ઓછામાં ઓછો એક મહિનો તો રહેશે જ, પરંતુ ડાઉન ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે.

સવાલ - કોમોર્બિડ અને 60થી વઘુના લોકો માટે આ લહેર કેટલી જોખમી છે? અને કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?
જવાબ -
વેક્સિન લીધી ન હોય તો સૌથી વધારે જોખમ છે. વેક્સિનેટેડ છે તેમના માટે જોખમ ઓછું છે. પરંતુ વડીલોએ બંને ત્યાં સુધી બહાર ન નીકળવું. ખાસ કરીને ફેબ્રુઆરીના 10 દિવસ. જ્યારે શરદી-ખાંસી લાગે એટલે ટેસ્ટ કરાવી લો.

સવાલ - બુસ્ટર ડોઝ લેનારને ઓમિક્રોન થઈ શકે ?
જવાબ -
હા. થઈ શકે. પરંતુ માઈલ્ડ હેશે.

સવાલ - 15થી 18 વર્ષના બાળકોને વેકસિન મૂકવામાં આવી છે તો શું તેમને હવે કોરોના થઈ શકે ખરો ?
જવાબ -
આ વેક્સિનેશન હજી શરૂ જ થયું છે. જેની અસર 28 દિવસ પછી થતી હોય છે. એટલે તેમને પણ કોરોના થવાના ચાન્સ છે.

સવાલ - કોરોના થયા બાદ રિ-ઈન્ફેકશનના ચાન્સ છે?
જવાબ -
બીજી વખત પણ કોરોના થવાના ચાન્સ ઘણા છે. જેને આલ્ફા થયો હોય તેમને ડેલ્ટા થતો ન હતો. પરંતુ એમિક્રોન એક વાર થયો હોય તો બીજી વખત પણ થઈ શકે છે.

સવાલ - ઓમિક્રોન વાઈરસને એરબોન કહી શકાય ?
જવાબ -
એરબોન ન કહી શકાય. તે વાયરસ છે.

અન્ય સમાચારો પણ છે...