તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Get Down From The Hemaliben Stage ... Your Resignation As General Secretary Has Been Taken. You Are The Only Candidate ...!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:હેમાલીબેન સ્ટેજ પરથી નીચે ઉતરી જાવ...તમારૂ મહામંત્રી તરીકે રાજીનામુ લઈ લેવાયું છે તમે ઉમેદવાર જ છો...!

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મેયર પદના દાવેદારને પક્ષમાં જ કડવો અનુભવ

મહાપાલિકાની ચૂંટણીમાં મંગળવારે મત ગણતરી છે ત્યારે ઉધના ભાજપા મુખ્ય કાર્યાલયે ભાજપના ઉમેદવાર અને મેયર પદના દાવેદાર હેમાલીબેન બોઘાવાલાને મંચ પરથી નીચે ઉતારી દેવાયા હતાં.કાર્યક્રમમાં મંચ ઉપર ભાજપા પ્રમુખ, ત્રણ મહામંત્રીઓ, સાંસદ, પૂર્વ મેયર સહિતના અગ્રણીઓ બેઠા હતાં.

ત્યારે હેમાલીબેન મંચ પર જઈ પહોંચ્યા હતાં પરંતુ તુરંત મંચસ્થ અગ્રણીઓએ તેમને કહી દીધું હતું કે, ‘હેમાલીબેન નીચે ઉતરી જાવ તમારૂં મહામંત્રી તરીકે રાજીનામું આપી દીધું છે. મહામંત્રી નથી રહ્યાં તમે માત્ર ઉમેદવાર જ છો સ્ટેજ પર તમારૂં સ્થાન નથી’ ભરી સભામાં અને 120 ઉમેદવારો વચ્ચે મંચસ્થ અગ્રણીઓએ કહેતાં વિલા મોઢે સ્ટેજ પરથી નીચે ઉતરી જવું પડ્યું હતું અને અન્ય ઉમેદારો બેઠા હતાં ત્યાં બેસવું પડ્યું હતું.

પ્રદેશ મહામંત્રી હતી એટલે મંચ પર ગઈ હતી
આ મામલે પૂર્વ કોર્પોરેટર હેમાલીબેન બોઘાવાલાને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, ‘ના એવું ન હતું ત્યાંથી એવું કહેવાયું કે પ્રદેશના પદાધિકારી પણ ડાયસ પર આવે તેથી હું પણ પ્રદેશ મહામંત્રી હતી તેથી ગઈ હતી.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો