તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શક્યતા:સિવિલમાં 11 મેથી જનરલ OPD શરૂ થાય તેવી શક્યતા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અન્ય દર્દીઓને પણ દાખલ કરાશે
  • સિવિલમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટી

સોમવારે કોવિડ દર્દીઓની પરિસ્થિતિ જોયા બાદ મંગળવારથી સવારની ઓપીડી શરૂ કરવામાં આવશે એવી શક્યતા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગત માર્ચ મહિનામાં કોરોનાની બીજી લહેરને પગલે કોરોનાના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હતો. તેમાં પણ ગંભીર દર્દીઓની સંખ્યા વધુ રહેતા તેવા દર્દીઓને દાખલ કરવા માટે સિવિલના જુના બિલ્ડિંગમાં અલગ વિભાગના વોર્ડ પણ ખાલી કરાવી કોરોનાના દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી તેમજ નોન કોવિડ ઓપીડી સહિતની સારવાર બંધ કરવાની પણ ફરજ પડી હતી. જોકે, હવે કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થતા ફરીથી નોન કોવિડ ઓપીડી અને સારવાર શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. નવી સિવિલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેનડેન્ટ ડો. રાગીણી વર્માએ જણાવ્યું હતું કે, સોમવારે કોરોનાના દર્દીઓની સ્થિતિ જાણ્યા બાદ જો શક્ય જણાશે તો મંગળવારથી સવારની જનરલ ઓપીડી શરૂ કરવામાં આવશે. તેમજ અન્ય દર્દીઓને પણ દાખલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...