• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Gem & Jewelery National Relief Foundation To Provide Financial Assistance To The Family Of Jewelers Who Died Of Corona In Surat

જીવ ગૂમાવનારાને સહાય:​​​​​​​સુરતમાં કોરોનાથી મૃત્યુ પામેલા રત્નકલાકારોના પરિવારને જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન આર્થિક મદદ કરશે

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
જેમ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન દ્વારા તમામ માહિતી  એકત્રિત કરીને સહાય કરશે - Divya Bhaskar
જેમ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન દ્વારા તમામ માહિતી  એકત્રિત કરીને સહાય કરશે
  • 15 જૂન સુધીમાં ડોક્યુમેન્ટ એકઠા કરીને સહાય કરવામાં આવશે

કોરોના સંક્રમણ કાળ દરમિયાન અનેક રત્ન કલાકારોના મોત થયા છે. તેના કારણે તેમના ઉપર આશ્રિત તેમના પરિવાર આર્થિક સંકડામણમાં મૂક્યું છે ત્યારે જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન આગળ આવ્યો છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન દ્વારા આર્થિક સહાય આપવા માટેનો આયોજન કરવામાં આવ્યું છે. જે પણ રત્ન કલાકારનું મોત થયું હશે તેમના નામ ડેથ સર્ટિફિકેટ આધાર કાર્ડ તેમજ અન્ય ઓળખના પુરાવા સુરત ડાયમંડ ઓફિસ ખાતે આજથી જમા કરાવવાના રહેશે. રત્ન કલાકારના પરિવારજનો દ્વારા ડાયમંડ એસોસીએશનની ઓફિસ પર તારીખ 15 જૂન સુધીમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.

વિગતો મેળવી સહાય કરાશે
સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નાનું વેકરીયા જણાવ્યું કે, આજથી વિગતો મેળવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાત ભરના ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા એસોસિયેશનો જે તે શહેરમાં માહિતી અને ડોક્યુમેન્ટ એકત્રિત કરશે, 15 તારીખ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે, અને ત્યારબાદ આર્થિક સહાય આપવા માટેનો જે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. તે મુજબ આપવામાં આવશે.

મુશ્કેલીના સમયમાં મદદ
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકારો અને તેમના પરિવારો માટે મદદ કરતો આવ્યો છે. મંદિનો સમય હોય કે અન્ય કોઈપણ પ્રકારની સ્થિતિ કે જ્યારે હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો આર્થિક ભીંસ મુકાયા હોય ત્યારે ફાઉન્ડેશન દ્વારા મદદ કરવામાં આવે છે. માત્ર સુરત ગુજરાત પૂરતું નહીં પરંતુ મુંબઈમાં પણ મોટી સંખ્યામાં હીરાઉદ્યોગ સાથે લોકો જોડાયેલા છે. તેથી જેમ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન દ્વારા તમામ માહિતી એકત્રિત કરીને શહેર આપવા માટે તૈયારી કરવામાં આવી છે.