તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમારોહ:આજે જેમ-જ્વેલરી એકસ્પોર્ટ કાઉન્સિલનો એવોર્ડ સમારોહ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશભરની શ્રેષ્ઠ કામગીરીને એવોર્ડ અપાશે

કેન્દ્રિય કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલલ અને ધ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા 46મો ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ એવોર્ડ સમારંભ 27મી ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યે મેરિડિયન હોટલ ખાતે યોજાશે. જેમાં અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે સાથે સાથે અતિથિ વિશેષ તરીકે સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણી, જીજેઈપીસી ઈન્ડિયાના ચેરમેન કોલન શાહ, વાઈસ ચેરમેન વિપુલ શાહ ઉપસ્થિત રહેશે.

CM આજે સુરતમાં, આવાસોનું લોકાર્પણ
મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે રૂંઢ ખાતે હાઉસીગ બોર્ડના23.81 કરોડના 208 LIG બહુમાળી આવાસોનું લોકાર્પણ કરાશે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ઉપક્રમે આવતીકાલ સાંજે 5.30 કલાકે યોજાનાર 13 માળના બહુમાળી આવાસોના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળીયા, સાંસદ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ,ગ્રામ ગૃહ બોર્ડના અધ્યક્ષ મનુભાઇ બેરા સહિતના પદાધિકારીઓ-હોદ્દેદારો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...