તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Geeta Rabari, Dimpal Kapadia And Mumtaz Candidate In Surat, Top Seven Manisha Is Lucky Surat Municipal Corporation Election

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા ઉમેદવારોની નામાવલિ:સુરતમાં 'ગીતા રબારી', 'ડિમ્પલ કાપડિયા' અને 'મુમતાઝ' ચૂંટણીનો જંગ લડશે, સૌથી વધુ સાત મનીષા નસીબવંતી પુરવાર

સુરત2 મહિનો પહેલાલેખક: સુનિલ પાલડિયા
  • કૉપી લિંક
  • એક જ વોર્ડમાં બે મનીષા નામનાં અને વિલાસ નામના ત્રણ ઉમેદવાર

સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો 484 ઉમેદવારો વચ્ચે જંગ છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ગીતા રબારી, ડિમ્પલ કાપડિયા અને મુમતાઝ જેવાં નામના ઉમેદવારો ચૂંટણીનો જંગ લડશે. જ્યારે સૌથી વધુ મનીષા નામની મહિલા નસીબવંતી પુરવાર થઈ છે, જેમાં ભાજપમાં બે મનીષા, કોંગ્રેસમાં ચાર મનીષા અને આપમાંથી એક મનીષા ઉમેદવાર છે.

આ પણ વાંચોઃ સુરત પાલિકાની ચૂંટણીના ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોની સંપૂર્ણ યાદી

મનીષા આહિરને ભાજપે ટિકિટ આપતા પાલિકાની ચૂંટણી લડી રહ્યાં છે.
મનીષા આહિરને ભાજપે ટિકિટ આપતા પાલિકાની ચૂંટણી લડી રહ્યાં છે.

સાત મનીષા નામની ઉમેદવાર
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અલગ-અલગ નામ અને અટકધારી ઉમેદવારોમાં મનીષા નામની મહિલા ઉમેદવારોએ ઉમેદવારીમાં મેદાન માર્યું છે. ભાજપમાંથી મનીષા નામની બે યુવા મહિલાઓએ ઉમેદવારી કરી છે. કોંગ્રસમાંથી 4 મનીષાએ ઉમેદવારી કરી છે, જ્યારે આપમાંથી એક મનીષા નામની મહિલાએ ઉમેદવારી કરી છે. આ સાથે વોર્ડ નંબર 4માં કોંગ્રેસમાંથી જ 2 મનીષાએ ઉમેદવારી કરી છે.

આમ આદમી પાર્ટીએ મુમતાઝ મુલતાનીને વોર્ડ નંબર 30માંથી ટિકિટ આપી છે.
આમ આદમી પાર્ટીએ મુમતાઝ મુલતાનીને વોર્ડ નંબર 30માંથી ટિકિટ આપી છે.

ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી 42 ઉમેદવારો પટેલ અટકધારી
ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી 42 ઉમેદવારોની અટક પટેલ છે. ઉમેદવારોમાં નામમાં મનીષા તો અટકમાં પટેલ સરનેમ ધરાવતા ઉમેદવારોએ મેદાન માર્યું છે. શહેરના સૌરાષ્ટ્રવાસી પાટીદાર ઉમેદવારો ઉપરાંત કોળી પટેલ સમાજમાં મતદારો પર પ્રભુત્વ ધરાવતા દાવેદારોનાં નામ પર પસંદગી ઉતારવામાં આવી છે. ભાજપે કુલ 120 પૈકી 20 બેઠકો પર પટેલ અટક ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપી છે. કોંગ્રેસે પટેલ સરનેમ ધરાવતા 11 ઉમેદવારોને રાજકીય જંગ લડવા મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી એ 11 પટેલને ટિકિટ આપી છે.

ગીતાબેન રબારી હાલ ઉમેદવાર જાહેર થયા હોવાથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે(ફાઈલ તસવીર)
ગીતાબેન રબારી હાલ ઉમેદવાર જાહેર થયા હોવાથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે(ફાઈલ તસવીર)

મમતા નામની ચાર અને વિલાસ નામની ત્રણ ઉમેદવાર
સુરતમાં ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી એકસરખા નામવાળી મહિલાઓને ટિકિટ આપી ઉમેદવારી નોંધાવી છે, જેમાં ચાર ઉમેદવારનાં નામ મમતા, ત્રણ ઉમેદવારનાં નામ વિલાસ, ત્રણનાં નામ ગીતા, બેનાં નામ વૈશાલી, ત્રણનાં નામ શિતલ, બેનાં નામ પારુલ, ત્રણનાં નામ દક્ષા, બેનાં નામ દયા, બેનાં નામ પાયલ, ત્રણનાં નામ ઉર્મિલા, ચારનાં નામ મમતા, બેનાં નામ વિદ્યા, બેનાં નામ શિવાની, ત્રણનાં નામ હિના છે.

ત્રિપાંખિયો જંગ
પાલિકાની ચૂંટણીમાં હવે 484 ઉમેદવારો વચ્ચે ચૂંટણી ખેલાશે. પાસે કોંગ્રેસના પાટીદાર ઉમેદવારોનાં ફાર્મ પરત ખેંચવા માટે આહવાન કરતાં સવારથી જ સુડા ભવન ખાતે ભારે ચહલપહલ રહી હતી. મહાનગરપાલિકાના 30 વોર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાટીના 114 ઉમેદવારો મેદાનમાં ઊતરશે, જેની સામે અપક્ષ 55 અને અન્ય પાર્ટી 78 ઉમેદવારો પણ નસીબ અજમાવશે.

વોર્ડ નં.27માં સૌથી વધુ 28 ઉમેદવાર
ગત રોજ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની આખરી મુદત હતી, જેમાં બે કોંગ્રેસના ઉમેદવારો સહિત કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા છે. વોર્ડ નં.3માંથી બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતાં કોંગ્રેસે ચૂંટણી પહેલાં જ ત્રણ બેઠકો ગુમાવી દીધી છે. આજે ચંટણીનું ચિત્ર સ્પષ્ટ થતાં હવે 9 બેઠકોને બાદ કરતાં બાકીની બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. મનપાની ચૂંટણીમાં વોર્ડ નં.27 ડિંડોલી (દક્ષિણ)માં સૌથી વધુ 28 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 11 ઉમેદવાર અપક્ષના છે, તો બીજી તરફ વોર્ડ નં.15 કરંજ-મગોબમાં સૌથી ઓછા 12 ઉમેદવારો ચૂંટણી લડશે.

ચૂંટણીના જંગમાં કુદેલા ઉમેદવારોના નામ પક્ષ અને વોર્ડવાઈઝ

વોર્ડ નં.ભાજપ ઉમેદવારકોંગ્રેસ ઉમેદવારઆપ ઉમેદવાર
1ગીતા સોલંકીપારૂલ બારોટમીનાબેન ચૌહાણ
ભાવીની પટેલયોગેશ પટેલશોભના વાઘાણી
અજીત પટેલકાંતી બારૈયાપંકજ સરખેડા
રાજેન્દ્ર પટેલપ્રમોદની શાહુમહેન્દ્ર શેલીયા
2ઈલા સોલંકીમનિશકુમાર વસાવાભાવના સોલંકી
અરૂણા શિંગાળાદેવરાજ ગોપાણીમોનાલી હિરપરા
ભુપેન્દ્ર રાઠોડસુશીલા કોસંબીયાઅલ્પેશ પટેલ
રાજુ ગોઘાણીદયા માંગરોળીયારાજુ મોરડીયા
3દક્ષા ખેની-ઋતા દુધાગરા
ભાવના દેવાણીપાયલ બોદરાસોનલ સુહાગીયા
ધર્મેશ સરસીયા-કનુ ગેડિયા
ભાવેશ ડોબરીયા-મહેશ અણઘણ
4હંસા ગજેરામનીષા કાછડીયાકુદન કોઠીયા
નયના સંધાણીમનીષા મેંદપરાસેજલ માલવિયા
સંજય હિંગુભાવેશ ભુંભલીયાઘનશ્યામ મકવાણા
બાબુ જીરાવાલાધીરજ વેકરીયાધર્મેન્દ્ર વાવલીયા
5રષ્મિતા હિરાણીદિનેશ કાછડીયાનિરાલી પટેલ
જયશ્રી વોરાપ્રફુલ તોગડીયામનીષા કુકડીયા
ચેતન દેસાઈદક્ષા ભુવાકિરણ ખોખાણી
ઘર્મેશ કાકડિયાનિલમ વધાસીયાઅશોક ધામી
6જયશ્રી વરિયાલલીતા સોસાઅરૂણ પાંડવ
અનિતા દેસાઈકલ્પના જોષીપારૂલ ધામેલિયા
દક્ષેશ માવાણીકલ્પેશ વારીયાયશ પટેલ
ધનશ્યામ સવાણીરાધવજી ગાયકવાડીપંકજ આંબલિયા
7જ્યોતિ પટેલમનીષા નભોયાદિપ્તી સાંકળીયા
પુજા મિસ્ત્રીકિરણ કોટડિયાડો. પ્રિતી સદાડિયા
લલીત વેકરિયામહેશ કેવડિયાદેવશી ડાબરિયા
નરેન્દ્ર પાંડવપ્રતિક કકલોતરડો. કિશોર રૂપારેલિયા
8મીના આંબલિયાદિપાલી વકારેરંજના ચૌધરી
સુવર્ણા જાદવદિયોરા પિનલજ્યોતિ લાઠીયા
જીતેન્દ્ર સોલંકીપાર્થ લખાનીધનજીત વિરાશ
ચીમન પટેલનરેશ સરવૈયાવિજય ઘેલાણી
9નેન્સી શાહહેતલ પરમારમમતા ચૌહાણ
ગૌરી સાપરિયાપલ્લવી વેકરિયાશિવાની કટારિયા
કુણાલ સેલરહનીફ શીંગવાલારણજીતસિંહ જાડેજા
રાજન પટેલગીરીશ પટેલરાજેશ ચૌહાણ
10દિવ્યા રાઠોડઉર્મિલા પટેલમોહીની રાઠોડ
ઉર્વશી પટેલકામિની સુથારસોનલ જરસાણિયા
ધર્મેશ વાણીયાવાલાસુધીર શિંદેપિયુષ શાહ
નિલેશ પટેલવિજય પ્રતાપપ્રમોદ ભંડારી
11હેમાલી બોધાવાલારાજેશ રાણાએલીશા કોસંબીયા
વૈશાલી શાહફેની જરીવાલાનસીફા શેખ
કૈયુર ચપટવાલાકલ્પના કાચલિયાસચિન પટેલ
કેતન મહેતાઅશરફ પઠાણઈમરાનવ થુંડીયા
12હેમલતા રાવતકામુસ્તાક કાનુગાશાહીના મલિક
આરતી પટેલભુપેન્દ્ર સોલંકીકૈલાશ પરમાર
રાકેશ માળીકવિતા ગોહિલઝવેર વ્યાસ
કિશોર મયાણીભક્તિ જરીવાલાઅલમસ મુલ્તાની
13મનીષા મહાત્માછાયા ઠાકુરઈન્દિરા પટેલ
રેશ્મા લાપસીવાલાકંચન જરીવાલા-
સંજય દલાલજલ્પા ભરૂચીહેમંત ગાયવાલા
નરેશ રાણાસફી જરીવાલાકૃણાલ શાહ
14રાજશ્રી મેસુરીયાપ્રિયંકા ઓડપ્રજ્ઞા નિરંજન
મધુ ખેનીઉમાશંકર મિશ્રાવિલાસ જીયાણી
દિનેશ જોધાણીહિના મોવલિયાઅશોક ગોધાણી
લક્ષ્મણ બેલડિયારાજુ ગલનરેશ કિકાણી
15મનીષા આહિરનિલેશ લિંબાણીભારતી બેલડિયા
રાજેશ જોળીયાવસંત વાઘાણીદક્ષા ભાવસાર
ધર્મેન્દ્ર ભાલાળાદયા મેરબાલુ કટારિયા
રૂપા પંડ્યારમેશ ઝીંજાણાડો. કેયુર ડોમડિયા
16કોમલ પટેલરમીલા રાઠોડપાયલ સાકરિયા
મમતા સુરેજાઉર્મિલા વ્યાસશોભના કેવડિયા
ચંદુ મુગરાદિનેશ સાવલિયાજીતુ કાછડિયા
દલસુથ ટીંબડિયાસુરેશ સુહાગિયાવિપુલ મોવલિયા
17શિતલ ભડિયાદરાધીરજ લાઠીયાસ્વાતિ કેડિયા
મંજુલા શિરોયાનિલેશ કુંભાણીરચના હિરપરા
ભરત વાડોદરિયાવિલાસ પડસાણાધર્મેશ ભંડારી
હરેશ જોગાણીવિલાસ ગાજીપરાવિપુલ સુહાગિયા
18દર્શિની કોઠિયારમેશ દેસાઈ-
અમિતા પટેલમહેન્દ્ર રાજપુરોહિત-
ગેમર દેસાઈજાગૃતિ રમાનંદીમથુર વાધમશી
દિનેશ રાજપુરોહિતનઈમા અન્સારીહિમંત શાહ
19લતા રાણાશિવાની શર્માકલ્પના સોનવણે
રમીલા પટેલજયેશ દેસાઈનસીફાબાનુ શેખ
નાગર પટેલઅસલમ સાયકલવાલાઅનિલ ચૌહાણ
વિજય ચૌમલશિતલ રાણારોશનખાન પઠાણ
20ઉષા પટેલસુષ્મા પટેલબાનુ રબારી
ભારતી વાઘેલાશૈલેષ રાયકાભરત દેસાઈ
જયેશ જરીવાલાગાજીયાબાનુ શાહુધવલ પચ્ચીગર
દિપન દેસાઈઅશોક કોરડાવાલા-
21ડિમ્પલ કાપડિયામોના શાહએક્તા વાઘાણી
સુમન ગઢિયારેણુકા કહારપ્રિયંકા મૈસુરિયા
અશોક રાંદેરિયાસુભાષ પટેલસ્નેહલ પટેલ
વ્રજેશ ઉનડકટગૌરાંગ પટેલરસીક ઠક્કર
22કૈલાશ સોલંકીહિના ડુમસીયામાલવિકા કોસંબિયા
રશ્મી સાબુજાગૃતિ સોલંકીહંસા પટેલ
દિપેશ પટેલમુકેશ પટેલસંજય બારોટ
હિમાંશુ રાઉલજીસુમિત બંસલઅક્ષય ગોયેલ
23ગીતા રબારીકાંતા રબારીવિદ્યા પાઠક
ઉર્મિલા ત્રિપાઠીસપના લેન્કાભગવતી દેસાઈ
ડો.દિનાનાથ મહાજનનિલેશ રાજપુતશંભુ દેસાઈ
પરેશ પટેલઆત્મારામ ત્રિપાઠીવિશાલ વર્મા
24હિના કનસાગરાપ્રતિભા દેવરેઆરતી ખત્રી
રોહિણી પાટીલમીના મકવાણારીટા પટેલ
ડો.બળવંત પટેલજયેશ પંચાલઉલ્લાસ માળી
સોમનાથ મરાઠેઆશિષ રાયવિલાસરાવ પાટીલ
25કવિતા એનગુંદલ્લાચીલ્લુમુલ્લા પદમા-
ખુશ્બુ પાટીલવિદ્યા પાટીલરેખા રાઠોડ
પ્રકાશ વાકોડીકરસુભાષ ઈનામદારકિરણ સોનકુસર
વિક્રમ પાટીલઈમ્તાઝ શેખશંકર નરભંવર
26વર્ષા બલદાણિયાઅલ્કા પાટીલમમતા પાટીલ
અલ્કા પાટીલસાવિત્રી ચૌહાણનીતા બલદાણીયા
અમિત રાજપુતસુખદેવ ગોરસંજીવ યાદવ
નરેન્દ્ર પાટીલરામુ રાજપુતવિજય રબારી
27શશી ત્રિપાઠીગીતા યાદવમમતા દુબે
નિરાલાસિંહ રાજપુતવિણા પટેલજીગીશા પાટીલ
સુધાકર ચૌધરીયશવંત પાટીલયોગેશ પાટીલ
ભાઈદાર પાટીલક્રિષ્ણા દોડેરાજા પાટીલ
28પુર્ણિમા દાવલેરૂષિન રાયકાનીતા પટેલ
રાજકુંવર રાઠોડજલીલ મામુશૈલા શાહ
શરદ પાટીલરીટા પટેલજાફર દેશમુખ
વિનોદ પટેલમનીષા વાળકેડો. એકનાથ પાટીલ
29સુધા પાંડેસતીષ પટેલસપના રાજપુત
વૈશાલી પાટીલધનસુખ રાજપુતયોગીતા પટેલ
બંસુ યાદવસુનિતા સોનવણેમેહુલ પટેલ
કનુ પટેલભારતી તિવારીમહેન્દ્ર પાટીલ
30પિયુષા પટેલશિતલ ભરવાડમુમતાઝ મુલતાણી
રીનાદેવી રાજપુતરૂક્ષાનાબાનુ જુમ્મારીટા પ્રજાપતિ
હસમુખ નાયકસુરજ પટેલ-
ચિરાગ સોલંકીમનોજ પરમારઅલ્પેશ પરમાર

​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો