ફરિયાદ:ડભોલીના વેપારીને ઘેની વિમલ આપી ગઠિયા 1 લાખ સેરવી ગયા

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજીના વેપારી નવસારી રૂપિયા આપવા ગયા હતા

નવસારીમાં કેરીના વેપારીને રૂ.1.10 લાખ આપવા જતા ડભોલીના શાકભાજીના વેપારીને ઘેનવાળી વિમલ ખવડાવી 2 ગાંઠિયા 1.10 લાખ સેરવી લીધા હતા. ડભોલી કતારગામ પાસે ઘનશ્યામનગર સોસાયટીમાં રહેતા ઘુઘા ચુડાસમા શાકભાજીનો વેપાર કરે છે. ઘુઘાભાઇ નવસારીથી ઉધારીમાં કેરી ખરીદી હતી જેનું પેમેન્ટ બાકી હોવાથી બોલેરો પીકઅપ વાન પર લોન કરાવી હતી. લોનના રૂ.2.40 લાખ જમા થયા હતા. ઘુઘાભાઇએ બેંકમાંથી 2.10 લાખ ઉપાડ્યા હતા. તેમાંથી 1 લાખ મોટા પુત્ર અજયને ફોન કરીને બોલાવીને આપી દીધા હતા.બીજા 1.10 લાખ લઇને તેઓ નવસારીમાં કેરીના વેપારીને આપવા માટે નીકળ્યા હતા.

સિંગણપોરથી સુરત બસ સ્ટેશન જવા નીકળ્યા હતા અને રિક્ષામાં બેઠા હતા. થોડે દૂર બીજા બે વ્યક્તિ પણ રિક્ષામાં બેઠા હતા. રસ્તામાં પાંતળા બાંધાના વ્યક્તિએ ઘુઘાભાઇને વિમલ ખવડાવી હતી.ત્યારબાદ ઘુઘાભાઇને સ્ટેશન પાસેની મોહન મિઠાઇની દુકાન પાસે ઊભી રાખીને ત્યાં ઉતારી દીધા હતા.ત્યારે એક યુવકે રિક્ષાવાળાને પાંચસોની નોટ આપીને ભાડુ આપ્યું હતું પરંતુ છુટ્ટા ન હોવાથી તે નજીકમાં છૂટા લેવા માટે ગયો હતો. જ્યારે ઘુઘાભાઇએ પણ પોતાના ખિસ્સામાંથી 2 હજારની નોટ કાઢી હતી પણ રિક્ષાચાલકની પાસે છુટ્ટા ન હોવાથી ઘુઘાભાઇને છુટ્ટા લેવા મોકલ્યા હતા. તેઓ પરત આવીને રિક્ષાચાલકને ભાડુ આપીને પોતાની થેલીની કોથળી જોઇ ત્યારે રૂપિયા ગાયબ થતા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...