તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદાગીરી:સુરત સિવિલ હોસ્પિટલના ગેટ પર સિક્યુરિટી ગાર્ડને પોલીસ હોવાનો રુઆબ બતાવી દંડો લઈને દોડેલા TRBના જવાને હોબાળો મચાવ્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટીઆરબી જવાને કાર પાર્ક કરવાને લઈને હોબાળો મચાવ્યો હતો. - Divya Bhaskar
ટીઆરબી જવાને કાર પાર્ક કરવાને લઈને હોબાળો મચાવ્યો હતો.
  • સિવિલ હોસ્પિટલમાં કાર પાર્ક કરવાનો લઈને ટીઆરબી જવાને હોબાળો મચાવ્યો
  • ટીઆરબી જવાનના તેવર ઓછા નહીં થતા પોલીસ ચોકીમાં લઈ જવાની નોબત આવી

મેરી કાર તો અંદર હી પાર્ક હોગી, ચલ દરવાજા ખોલ કહી સુરત સિવિલ હોસ્પિટલના ગેટ પર તૈનાત સિક્યુરિટી ગાર્ડને પોલીસ હોવાનો રુઆબ બતાવી દંડો લઈને દોડેલા ટીઆરબીના જવાને આજે સવારે સિવિલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં પણ તમામ સિક્યુરિટી ગાર્ડ ભેગા થઈ ગયા બાદ પણ ટીઆરબી જવાનના તેવર ઓછા નહીં થતા પોલીસ ચોકીમાં લઈ જવાની નોબત આવી હતી. જોકે, સિવિલ ચોકીના પોલીસ કર્મચારીઓએ પણ કશું સાંભળ્યા વગર માથાભારે ટીઆરબી જવાનને છોડી મુક્તા અનેક પ્રશ્નો ઉભા થયા હતા.

માથાભારે ટીઆરબી જવાનને છોડી મુકાયો
સિવિલના શક્તિ સિક્યુરિટી ગાર્ડના જવાને જણાવ્યું હતું કે, સાહેબ હું સિવિલના મેઈન ગેટ બહાર મારી ડ્યૂટી પર હતો. વિકી નામનો એક યુવાન કારમાં આવીને પોલીસ હોવાનું કહી ગેટ ખોલવા દબાણ કરતો હતો. મેં ના પાડતા કાર રોડ બાજુએ પાર્ક કરી પોલીસનો દંડો લઈ જાહેરમાં એલફેલ બોલી ધમકાવી રહ્યો હતો. મેં તાત્કાલિક બાઉન્સરને જાણ કરી બોલાવી લેતા દાદાગીરી કરનાર ઈસમ વિકી વિશ્વકર્મા હોવાનું અને ટીઆરબી જવાન હોવાનું સામે આવ્યું હતું. જેથી તેને સિવિલની પોલીસ ચોકીમાં લઈ જવાતા તેના સુપર વાઇઝર દોડી આવ્યા હતા અને તેને લઈ ગયા હતા. પોલીસે પણ કોઈ કાર્યવાહી કરી નહી.

માથાભારે ટીઆરબી જવાનને છોડી મુક્તા અનેક પ્રશ્નો ઉભા થયા.
માથાભારે ટીઆરબી જવાનને છોડી મુક્તા અનેક પ્રશ્નો ઉભા થયા.

ટીઆરબી જવાને સિવિલ બહાર ટ્રાફિક કંટ્રોલ કરે છે
ટીઆરબી જવાન વિકીએ જણાવ્યું હતું કે, હું અઢી વર્ષથી ટીઆરબીમાં ફરજ બજાવું છું. 5 મહિનાથી મને સિવિલના ગેટ બહાર ટ્રાફિક કંટ્રોલ કરવા માટે નોકરી અપાઈ છે. સિક્યુરિટી ગાર્ડ દાદાગીરી કરતા મેં જવાબ આપ્યો હોવાનું કહેતા ટીઆરબી જવાનને આખરે એના સુપર વાઇઝર છોડાવીને લઈ ગયા હતા. જો આ જગ્યા પર કોઈ સામાન્ય નાગરિક હોત તો ચોક્કસ એની સામે કામગીરીમાં રુકાવટ સહિતની અનેક કલમ નાખી પોલીસ લોકોઅપમાં પૂરી દેવાયો હોત.

કડક સજા થશે તેવી ખાતરી અપાઈ
દિવ્યભાસ્કર સાથે વાતચિતમાં ટીઆરબીના હેડ મહોમ્મદએ જણાવ્યું હતું કે, મારું ધ્યાન દોરવા બદલ આભાર. મે સુપર વાઈઝરને મોકલ્યો હતો. સુપર વાઈઝરે તપાસ કરી છે. ટીઆરબી જવાનને પોતાની સાથે લઈ ગયા અને કડક સજા થશે તેવી ખાતરી આપી.