દુર્ઘટના:સુરતના કામરેજમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણ લોકો ગંભીર રીતે દાજ્યા, સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરાયા

સુરત4 મહિનો પહેલા
સુરતના કામરેજ વિસ્તારમાં ગેસની બોટલ બ્લાસ્ટ થયો હતો.
  • 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે

સુરતના કામરેજ વિસ્તારમાં ગેસની બોટલ બ્લાસ્ટ થયો હતો. જેના પગલે આસપાસના વિસ્તારમાં ગભરાટ નો માહોલ પેદા થયો હતો. બ્લાસ્ટના પગલે ત્રણ લોકો ગંભીર રીતે દાજી ગયા હતા. દાઝી ગયેલા લોકોને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.

ત્રણ લોકોને ગંભીર ઇજા

સુરતમાં અવારનવાર ગેસ બોટલની દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. ત્યારે ફરી સુરતના કામરેજ વિસ્તારમાં સુરત કામરેજ બ્રિજની નીચે ગેસની બોટલ બ્લાસ્ટ થઈ હતી. ગેસની બોટલ બ્લાસ્ટ થતા ત્યાં રહેલા મોહન ભાઈ ભટ્ટી ,શોભ ગુજજર અને અશોક આદિવાસી એમ ત્રણ લોકો ગંભીર રીતે દાજી ગયા હતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આસપાસમાં ભયનો માહોલ ફેલાયો

ગંભીર રીતે દાઝી ગયેલા હોવાથી 108 મારફતે વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા.ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી નો માહોલ છવાયો હતો.ઘટનાને પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.જોકે ગેસ સિલિન્ડર બ્લાસ્ટનું કારણ હજુ પણ અકબંધ છે.

અન્ય સમાચારો પણ છે...