તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કામરેજના લસકાણામાં ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં 3 લોકો ગંભીર રીતે દાઝ્યાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આગની દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. - Divya Bhaskar
આગની દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.
  • બ્લાસ્ટ બાદ આગ લાગતાં ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

સુરજ નજીકના કામરેજના લસકાણા ખાતે આવેલા વિપુલનગરમાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી ગઇ હતી. મધરાત્રે બનેલી આ દુર્ઘટનામાં 3 કારીગર ગંભીર રીતે દાઝી ગયાં હતાં. જેથી તમામને સારવાર માટે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. રસોઈ બનાવતા અચાનક બ્લાસ્ટ થયો હોવાનું સ્થાનિક યુવાને જણાવ્યું હતું. જોકે ઘટનાની જાણ બાદ સુરત ફાયર વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આગને કાબૂમાં લીધી હતી. સાથે જ દાઝી ગાયેલાઓને સારવાર માટે ખસેડવાની કામગીરી કરી હતી.

ત્રણ યુવકો રસોઈ બનાવતાં હતા
કૃણાલ સ્વાઈ (નજરે જોનાર) એ જણાવ્યું હતું કે,અચાનક વિપુલનગરના એક મકાનમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઇ હતી. લોકો ભેગા થઈ ગયાં હતાં.ત્રણેય જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ફાયરને જાણ કરી હતી.એમ્બ્યુલન્સ સમય સર આવી જતા ત્રણેયને સારવાર માટે સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તો લુમ્સના કારીગર
ઇજાગ્રસ્ત ત્રણેય લુમ્સના કારીગર અને ઓડિશા અને યુપીના રહેવાસી છે. રામ મિલન નંદગોપાલ મિશ્રા પોતાના રૂમમાં રસોઈ બનાવતા હતાં, ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં રામમિલન ગંભીર રીતે દાઝી ગયો હતો. જ્યારે બાબુલાલ નામનો યુવાન દિવાલ અને બિપિન બહેરા શૌચાલયમાંથી પરત ફરતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત હતા. હાલ રામ મિલનની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઇજાગ્રસ્ત
રામ મિલન નંદગોપાલ મિશ્રા
બાબુલાલ
બિપિન બહેરા