તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Garnala Fence Near Surat Railway Station Collapsed On The Passing Tempo, The Cabin Of The Tempo Was Crushed, Two Injured

ભાગદોડ:સુરત રેલવે સ્ટેશન નજીક ગરનાળાની ગડર પસાર થતા ટેમ્પો ઉપર તૂટી પડી, ટેમ્પોની કેબિનનો કચ્ચરઘાણ, બે ઈજાગ્રસ્ત

સુરત3 દિવસ પહેલા
ટેમ્પો ડ્રાઈવર અને એક મોચી ઈજાગ્રસ્ત થયો
  • ટેમ્પોના ડ્રાઈવરને ગંભીર ઇજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો
  • ઘટનાની જાણ બાદ ફાયરનો કાફલો પણ દોડતો થઈ ગયો

રેલવે સ્ટેશન નજીક આજે બપોરે અચાનક ગરનાળાની ગડર પસાર થતા ટેમ્પો ઉપર તૂટી પડતા ભાગદોડ મચી ગઇ હતી. ટેમ્પોના કચ્ચરઘાણ થઈ ગયા હતા. ટેમ્પોના ડ્રાઈવરને ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સારવાર માટે સ્વિમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે ઘટનાની જાણ બાદ ફાયરનો કાફલો પણ દોડતો થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ગરનાળા નીચે બેસેલા મોચીને પણ ગંભીર ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

બ્રિજ નીચે બેસી રોજગારી મેળવા મોચીના બંને પગ દબાયા
સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે, રેલવે ગરનાળા બ્રિજ તરીકે ઓળખાતા બ્રિજની ગડર અચાનક તૂટી પડી હતી. ભારે ટ્રાફિકવાળા વિસ્તારથી ઓળખાતા અને રેલવે સ્ટેશન અને વરાછાને જોડતા બ્રિજની આ ગડર બીજી વાર તૂટી પડી છે. આજે થયેલી દુર્ઘટનામાં બ્રિજ નીચે બેસીની રોજગારી મેળવતા મોચીના બંને પગ પર ગડર નીચે દબાય જવાથી ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે પસાર થતા ટેમ્પો પર ગડર પડતા તેના ડ્રાઇવરને પણ ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાની ન નોંધાય હોવાનું કહેવાય રહ્યું છે.

ગડર પડતા ટ્રાફિકજામ સર્જાયો
ઘટના બાદ પોલીસ અને ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી આવી રાહતની કામગીરીમાં જોડાય ગયા હતા. એટલું જ નહી પણ ગડર તૂટી પડતા ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો. પોલીસને ટ્રાફિક હળવો કરવામાં પરસેવો વળી ગયો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો