ઘર આંગણે જ મોત:સુરતમાં મનપાના કચરાના ટેમ્પોએ 3 વર્ષના બાળકને કચડી નાખતા મોત, ડ્રાઇવર ફરાર, ક્લિનર ઝડપાયો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સચિન પોલીસે આ ઘટના આ કાયદેસર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી. - Divya Bhaskar
સચિન પોલીસે આ ઘટના આ કાયદેસર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી.
  • રમતા ત્રણ વર્ષના બાળકને અડફેટે લઈ કચડતા મોત

સચિન જીઆઇડીસી નજીકના ઉનપાટિયાના મગદુમનગરમાં મનપાની કચરાની કાળમુખા ટેમ્પોના ચાલકે ઘર આંગણે રમતા ત્રણ વર્ષના બાળકને અડફેટમાં લેતા કરુણ મોત નીપજ્યું હતું. કચરાની ગાડીનું આગળના ટાયરમાં બાળક કચડાઈ જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાને પગલે ટેમ્પોનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. જ્યારે ક્લિનર ઝડપાયો હતો.

મૃતક બાળક મિત્રો સાથે રમી રહ્યો હતો
સુરત પર કોઈ કાળ મંડરાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં બે હદય કંપાવનારી ઘટના સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. ઉનપાટિયા મગદુમનગરમાં રહેતા શાહરુખ શાહભાન ખટીક નિજકની મિતાલી ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે કામ કરે છે. શાહરુખને પત્ની અને બે પુત્ર છે. જે પૈકી તેનો નાનો પુત્ર ત્રણ વર્ષીય સરફરાજ સોમવારે પોતાના ઘરના આંગણે બપોરના સમયે મિત્રો સાથે રમી રહ્યો હતો. એવામાં કાળરૂપી આવેલી મનપાની કચરાની ગાડીના ડ્રાઇવરે ગફલતભરી રીતે હંકારીને માસુમ સરફરાજને અડફેટમાં લીધો હતો. જેને પગલે સરફરાજનું માથું કચરાની ગાડીના આગળના ટાયરમાં કચડાઈ જતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.

ચાલકની શોધખોળ ચાલી રહી છે
આ ઘટનાને પગલે ગાડીનો ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે તેનો ક્લિનર ઝડપાયો હતો. સચિન પોલીસે આ ઘટના આ કાયદેસર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે કહ્યું હતું કે ચાલકની શોધખોળ ચાલી રહી છે.