તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવેરનેસ:લોકોમાં કોરોના અંગે અવેરનેસ ફેલાય તે માટે ગરબા સોંગ તૈયાર કરવામાં આવ્યું

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરતના ચંદ્રેશ રાઠોડ દ્વારા લોકોમાં કોરોના અંગે અવેરનેસ ફેલાય તે માટે ગરબા સોંગ તૈયાર કરવામાં આવ્યું છે. શહેર અને ગામની પ્રજા સમજે તે માટે આ સોંગ તૈયાર કરવામાં આવ્યું હતું. ચંદ્રેશ રાઠોડે જણાવ્યું હતું કે આ આઇડિયા મને મારી મોટી બહેન જ્યોતિ ગોહિલે આપ્યો હતો. હાલમાં એમની બહેન વલસાડમાં ડેપ્યુટી કલેક્ટર છે. ગામની પ્રજા ગરબા સાંભળે અને એમને તેનાથી મેસેજ પણ મળે . બંને ભાઈ બહેનોએ આ ગરબાના લિરિક્સ તૈયાર કરી હતી. ગરબાનું સંગીત અને વીડિયો ગ્રાફી ચંદ્રેશ રાઠોડે કરી છે. લિરિક્સ લખવાથી લઈને વીડીયોગ્રાફી કરી 10 દિવસમાં આ સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓ સીનીયર  સિટીઝન જેમને સંગીત શીખવામાં રસ છે તેમને લોકડાઉન દરમિયાન ઓનલાઇન સંગીત શીખવી રહ્યા છે. હાલ લોકડાઉનમાં ટોટલ 60 સિનિયર સિટીઝનને તેઓ સંગીત શીખવી રહ્યાં છે. ગરબો કોરોનાથી ના હારીશું કોરોનાને અમે હરાવિશું અમે માની સરકારી સલાહ  કોરોનાને હરાવીશું અમે ધોઇશું વારંવાર હાથ કોરોનાને હરાવીશું અમે બાંધીને મોઢે માસ્ક  કોરોનાને હરાવીશું અમે અંતર રાખીશું બે હાથ  કોરોનાને હરાવીશું નહિ ફેલાવી અફવાઓની વાત અમે કોરોનાને હરાવીશું દોહો ડોક્ટર અને દેશનું માન અમે ભાઈ પોલીસની વાતોને માનીશું સરકારી અધિકારી સાથે ઉભા રહીને કોરોના તને હરાવીશું અને ગુજરાત તને જીતાડીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો