શેરી ગરબામાં દેશભક્તિનો રંગ:સુરતમાં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર ગરબા યોજાયા, લાલ કિલ્લા પર માં અંબેનું સ્થાપન

સુરત2 મહિનો પહેલા
માં અંબેને દિલ્હીના લાલ કિલ્લા જેવી જ પ્રતિકૃતિ પર બિરાજમાન કરીને આરાધના કરવામાં આવે છે.

હાલ દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. લાલ કિલ્લા પર માં અંબેનું સ્થાપન કરીને નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા લોકો ગરબા ગાઈને માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. રોજે રોજ આઝાદીની થીમ પર ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ગરબે ઘૂમે છે.

સંજયભાઈ સાલવી દ્વારા પંદર દિવસની જાતજાત મહેનતે વિશેષ વિશેષ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.
સંજયભાઈ સાલવી દ્વારા પંદર દિવસની જાતજાત મહેનતે વિશેષ વિશેષ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.

લાલ કિલ્લાનું મહત્વ દર્શાવતી થીમ
15 દિવસની કોન્સેપ્ટની તૈયારી અને 15 દિવસ 5 એમ.એમની પીવીસી પ્લાયમાંથી લાલ કિલ્લાની પ્રતિકૃતિ બનાવનાર નીલકંઠ રેસિડેન્સીના રહેવાસી સંજયભાઈ સાલવીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીના પ્રતીક સમા લાલ કિલ્લા પર દર વર્ષે સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન દ્વારા તિરંગો લહેરાવવામાં આવે છે. ત્યારે આ થીમ પર અમે નવરાત્રિનું આયોજન કર્યું છે. તથા બાળકોમાં લાલ કિલ્લા સહિતની આપણે પ્રાચીન ઈમારતો વિશે માહિતી મળી રહે તથા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અમે આ થીમ રાખી છે. દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવતી હોય છે.

માતાજીના સ્થાપન સામે તમામ લોકો એકઠા એકઠા થઈ સૌપ્રથમ આરતી કરે છે.
માતાજીના સ્થાપન સામે તમામ લોકો એકઠા એકઠા થઈ સૌપ્રથમ આરતી કરે છે.

સોસાયટીમાં એકતાના દર્શન થાય છે
2009માં બનેલી આ સોસાયટીમાં દરેક ઉત્સવ રંગે ચંગે ઉજવવામાં આવે છે. સોસાયટીની 6 બિલ્ડિંગમાં 240 ફ્લેટ હોલ્ડર રહે છે. નવરાત્રિમાં રોજે રોજ આરતી થાય છે. અહીં જ નાસ્તા બનાવીને લોકોને નાસ્તા કરાવવામાં આવે છે. સ્પોન્સર અને સોસાયટી તરફથી રોજે રોજ અલગ અલગ નાસ્તાની ડીશ બનાવવામાં આવે છે. રોજે રોજ ખેલૈયા ટ્રેડિશનલ ડ્રેસ અને પુરુષો કુર્તામાં આવે છે. આ સાથે જ લોકો પોતાની એકતા ઉત્સવ ઉજવીને દર્શાવે છે. સોસાયટીમાં નોકરીયાત કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા તથા અન્ય વ્યવસાયિકો પણ રહે છે. પરંતુ તહેવારો હળી મળીને ઉજવે છે.

પુરુષો કુર્તામા અને સ્ત્રીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમે છે.
પુરુષો કુર્તામા અને સ્ત્રીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમે છે.

નવરાત્રિમાં પણ વિશેષ ઉજવણી
સોસાયટીના પ્રમુખ ભરતભાઈ સોનીએ જણાવ્યું હતું કે, નવરાત્રિમાં પણ અમે અલગ અલગ કોન્સેપ્ટ સાથે ઉજવણી કરીએ છીએ. રોજે રોજ બાળકીઓનો સિલેક્શન કરીને તેમનું છેલ્લા દિવસે પૂજન કરવાનો પણ કાર્યક્રમ રાખ્યો છે. જેને નવદુર્ગા કોન્સેપ્ટ નામ અપાયું છે. સાથે જ બાળકોને દશેરાએ ઇનામ પણ આપવામાં આવે છે. આઠમનો હવન કરવામાં આવે છે, અને આરતીની ઉછામણી પણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...