ધરપકડ:ગેંગસ્ટર અનિલ કાઠીએ 6 સાગરિત સાથે પૂર્વ ડ્રાઇવરની હત્યા કરી હતી, બે ઝડપાયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ જગ્યાએ ભાવેશની હત્યા કરાઈ હતી. - Divya Bhaskar
આ જગ્યાએ ભાવેશની હત્યા કરાઈ હતી.
  • 17મી જૂને નવાપુરમાં કારમાં ભટારના ભાવેશની હત્યા કરાયેલી લાશ મળી હતી
  • કાઠી સહિત 4 ફરાર, હોટલના ફુટેજ ચેક કરતાં આરોપી સુરતના હોવાનું સામે આવ્યું હતંુ

ગત 17મી જૂને ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુર હાઇવે ખાતે ભટારના ભાવેશ મહેતાની હત્યા કરાયેલી લાશ કારમાંથી મળી હતી. આ કેસમાં સુરત ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે અનિલ કાઠી ગેંગના 2 સાગરિતને રાંદેરથી ઝડપી પાડ્યા છે. અનિલ કાઠી સહિત 4 ફરાર છે. મૃતક ભાવેશ અનિલ કાઠીનો પૂર્વ ડ્રાઇવર હતો.ભટારની ઘનશ્યામનગર સોસાયટીમાં રહેતા ભાવેશ મહેતાની નવાપુરથી કારમાં હત્યા કરાયેલી લાશ મળી હતી.

​​​​​​​નવાપુર પોલીસે હોટલ સહિતના નજીકના સીસીટીવી ચેક કરતાં હત્યારાઓ સુરતના હોવાનું બહાર આવ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાંચે રાંદેરના ઝઘડીયા પાસેથી અનિલ કાઠી ગેંગના સાગરિત 28 વર્ષીય આકાશ અરવિંદ ઓડ (સંત તુકારામ સોસાયટી, પાલનપુર જકાતનાકા) અને 20 વર્ષીય આકાશ રમેશ જોરેવાલ( આંબેડકરનગર , રાંદેર) ઝડપી પાડી નવાપુર પોલીસને સોંપ્યા હતા. જ્યારે ગેંગસ્ટર અનિલ કાઠી ઉર્ફે અરવિંદ ખીમજી રાણવા, વિશાલ ઉર્ફે ભૈયા ચૌધરી, પીંકેશ ઉર્ફે ભૂરો ચૌહાણ અને સતીષ ઉર્ફે સ્ત્યો રાજપૂત ફરાર છે. આકાશ ઔડ અગાઉ લૂંટ, રાયોટીંગ સહિતના ગુનામાં 12 વખત પકડાયો ચૂક્યો છે. આકાશ જોરેવાલ રાંદેરમાં દારૂના 4 ગુનાઓમાં પકડાયો હતો.

હોટલ ખોલવાનું કહીને બોલાવ્યા હતા
હત્યારા આકાશ ઓડ અને આકાશ જોરેવાલને અનિલ કાઠીએ નવાપુરમાં હોટલ ખોલવાનું કહીને બોલાવ્યા હતા.ભાવેશની હત્યાનો પ્લાન અનિલે નવાપુરની હોટેલમાં બનાવ્યો હતો. અનિલ કાઠી વિશાલ ચૌધરી, પિકેંશ ચૌહાણ અને સતીશ રાજપુત સાથે 16મી તારીખે હોટેલના ગાર્ડનમાંં દારૂની મહેફિલ કરી હતી. 17મીએ ભાવેશને બોલાવી તેની હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...