વીડિયો ઉતારી બ્લેકમેલ કરી:સુરતની ઉમરાની નંદનવન સોસાયટીમાં મહિલા સાથે ગેંગરેપ, 3 સામે ગુનો

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્નની લાલચ આપી વીડિયો ઉતારી બ્લેકમેલ કરી

ઉમરાના નંદનવન સોસાયટીમાં આવેલા એક બંગલામાં 27 વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે.આ ઘટનાના મુખ્ય સૂત્રધારે પીડિતાનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

ઉમરા પોલીસથી મળતી માહિતી મુજબ બંગલા નંબર 18, નંદનવન સોસાયટી, રંગીલાપાર્ક ઉમરા ખાતે રહેતા આરોપી જયેશ ઉર્ફે જયહેમંતની મુલાકાત 27 વર્ષીય મહિલા સાથે થઇ હતી. દોઢ મહિના પહેલાં બંને વચ્ચે થયેલી ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી. આરોપી જય અને મહિલા વચ્ચે મુલાકાતો વધતાં તેમણે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

આરોપી જયેશ ઉર્ફે જયે મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે તેના બંગલામાં જ શરીર સંબંધ બાંધ્યો હતો. આ સમયે આરોપી જયેશે મહિલાનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયોના આધારે જ્યેશ તેને બ્લેકમેલ કરી વાંરવાર શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. 8 મે 2022ના દિવસે સાંજે 6:30 કલાકે બનેલી ઘટનામાં આરોપી જયેશ ઉર્ફે જય હેમંતે મહિલાને પોતાના બંગલા પર બોલાવી હતી.

તે સમયે જયેશ સાથે તેના ત્રણ મિત્રો પણ ત્યાં હાજર હતાં. જ્યાં જયેશે તેના પોતાના બેડરૂમમાં મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ જયેશે ત્યાં હાજર તેના મિત્ર યોગી પવાર અને એક અન્ય મિત્ર સાથે બળજબરીથી પીડિતાને શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી.

પીડિતાએ ના પાડતા આરોપીઓએ ભેગા મળી તેને ઢીકમુક્કીનો માર મારી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં આ ઘટના અંગે કોઇને કશું કહેવા પર જાનથી મારી નાખવાની ધમકીએ આપી હતી.પીડિતા મહિલાએ આરોપી જયેશ ઉર્ફે જય હેમંત,યોગી પવાર અને અન્ય આરોપી સામે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...