તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગેંગરેપના આરોપીએ જેલમાંથી છુટવા માટે પીડિતા સાથે સમાધાનનું ખોટું સોગંદનામું કર્યું, ગુનો દાખલ

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2019માં અમરોલીની 13 વર્ષની સગીરા પર 6 નરાધમે ગેંગરેપ કર્યો હતો
  • પીડિતાના પિતાને સમાધાન માટે 2 લાખની ઓફર સામે 50 હજાર આપતાં બે સામે ફરિયાદ

અમરોલીમાં ઓક્ટોબર 2019માં 13 વર્ષની સગીરા સાથે બનેલી ગેંગરેપના ગુનાનો એક આરોપી ભરત બરવાળિયાએ જેલમાંથી છુટવા માટે તેના ભાઈ મનસુખ અને સંબંધી વિનુ પટેલ મારફતે પીડિતાના પિતાને 2 લાખ આપી ફોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સગીરાના પિતાને 23મી જાન્યુઆરી-20એ 50 હજાર આપ્યા હતા. લોકડાઉન વખતે 15 દિવસ ચાલે એટલું અનાજ આપ્યા બાદ પીડિતાના પિતા પાસે ખોટું સોંગદનામું કરાવ્યું હતું. જેને લઈ કોર્ટએ આ બાબતે પોલીસને તપાસનો આદેશ કર્યો હતો. જેમાં આરોપીના ભાઈ અને સંબંધીનો ભાંડો ફુટી ગયો હતો. હવે આ કેસમાં અમરોલી પોલીસે ફરિયાદી બની મનસુખ જસમત બરવાળીયા અને સંબંધી વિનુ પટેલ સામે ગુનો નોંધ્યો છે.

ગેંગરેપની આ ઘટનાનો ગુનો જાન્યુઆરી 2020માં નોંધાયો હતો. જેમાં 6 નરાધમો હાલમાં લાજપોર જેલમાં બંધ છે. તે પૈકીનો એક આરોપી ભરત બરવાળીયા સૂત્રધાર છે. જેમાં કોર્ટમાં રજૂ કરાયેલા સોંગંધનામા વિશે પીડિતા બાળકીના પિતાએ પૂછપરછમાં અમરોલી પોલીસને જણાવ્યું હતું કે આરોપી ભરત બરવાળીયાનો ભાઈ મનસુખ બરવાળીયા અને સંબંધી વિનુ પટેલ તેમની પાસે આવ્યા હતા. બન્ને જણાએ તેમને (પીડિતાના પિતાને) કહ્યું કે ભરત બરવાળીયા ગેંગરેપના આ કેસમાં સંડોવાયેલો નથી. જે તે વખતે ફરિયાદમાં દાખલ કરેલી તેમાં ખોટી રીતે ભરતનું નામ લખાયું હતું. પીડિતાના પિતાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે મનસુખ બરવાળિયા અને વિનુ પટેલે તેમની પાસે એવુ લખાણ કરાવી તેમની સહી કરાવી કોર્ટમાં વકીલ મારફતે એફિડેવિટ કરી હતી.

કામ અપાવવાના બહાને વેશ્યાવૃત્તિ કરાવી
આરોપી ભરત બરવાળીયા અને પીડિતાના પિતા વચ્ચે મિત્રતા હતી. સગીરાની માતા બીમાર પડતા તેની સારવાર માટે તેના પિતાએ આરોપી ભરત પાસેથી 5 હજાર ઉછીના લીધા હતા. સગીરાના પિતાની આર્થિક પરિસ્થિત સારી ન હોવાથી ઉછીના રૂપિયા પરત આપી શકયો ન હતો. જેથી ભરતે સગીરાને કામ આપવાની વાત કરી વેશ્યાવૃતિમાં ઉત્રાણ, ઉધનાં લઈ જતો હતો.

અન્ય સમાચારો પણ છે...