તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોડેડ બે દેશી તમંચા, એક પિસ્ટલ અને ચપ્પુ લઈ 3 બાઇક પર 5 ધાડપાડુ આંગડિયા પેઢીના કર્મચારીને શિકાર બનાવે તે પહેલા ક્રાઇમબ્રાંચે 5 ધાડપાડુઓનો શિકાર કરી નાખ્યો હતો. ધાડપાડુ ટોળકી પાસેથી ડીસીબીએ જીવતા કારતૂસ, હથોડી, મરચાની ભૂકીના પડીકા, 7 મોબાઇલ, નાયલોન દોરીનો ગુચ્છો, હથિયારો સહિત બાઇક મળી 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ધાડ પાડવા ટોળકી ચોરીની બાઇકનો ઉપયોગ કરતી હતી.
નવેમ્બરમાં આ ટોળકીએ કતારગામ દરવાજા પાસે અક્ષર આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી લૂંટની કોશિશ કરી હતી. જેમાં સફળ થયા ન હતા. પછી ટોળકીએ કોટ વિસ્તારની બહાર આંગડિયા પેઢીમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેના માટે ટોળકીએ ગુગલ મેપ આધારે ઉધનાની મહેન્દ્ર સોમાભાઈ આંગડિયા પેઢી સર્ચ કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. છેલ્લા 15 દિવસથી સાંજના સુમારે આંગડિયા પેઢીની બહાર વોચ રાખી કર્મચારી કેટલા નીકળે અને કયાં જાય આ તમામ ગતિવિધિઓ પર નજર રાખતા હતા. આ ટોળકીએ એક બાઇક પાંડેસરા વિસ્તારમાંથી ચોરી કર્યું છે. સાથે લાલગેટમાં લૂંટની કોશિશ અને પાંડેસરામાં વાહનચોરીનો ભેદ ઉકેલાયો છે. હાલમાં ડીસીબીએ ગુનો નોંધી 5 ધાડપાડુની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચે ટોળકી પાસેથી એક લોડેડ પિસ્તોલ, બે લોડેડ તમંચા, છ કારતુસ, ચપ્પુ, મરચાની ભુકી, દોરી અને બે બાઈક મળી કુલ રૂપિયા 2.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ચાર આરોપીઓ પૈકી એક આરોપી એવો વેપારી લોકડાઉનના કારણે કારખાનું બંધ થતા લૂંટારૂ બન્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે 202700નો મુદ્દામાલ કબજે કર્યો
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે વખતે બાતમીના આધારે લૂંટ કરવાના ઈરાદે ધાતક હથિયારો સાથે ભેગા થયેલા અજીત ન્હારસીંહ ચોહાણ (ઉ.વ.26), રોનીત ઉર્ફે મોહીત ઉર્ફે વિશાલ તુલશી ચૌહાણ (ઉ.વ.31), રિતેશ ઉર્ફે ટાયગર રામવિનોદ પરમાર (ઉ.વ.23), ઉદયવિરસિંહ ઉર્ફે પપ્પુ રાજબહાદુરસિંહ તોમર (ઉ.વ.46) અને રવિ પ્રતાપસિંહ તોમર (ઉ.વ.27)ને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે ટોળકી પાસેથી એક લોડેડ પિસ્તોલ, બે લોડેડ તમંચા, છ કારતુસ, ચપ્પુ, હથોડી, બે મરચાની ભુકીના પડીકા નાયલોનની દોરી, સાત મોબાઈલ અને બે બાઈક મળી કુલ રૂપિયા 202700નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચે લૂંટના પ્લાનને નિષ્ફળ બનાવ્યો
પ્રાથમિક પુછપરછમાં ટોળકીએ ઉધના સીલીકોન શોપર્સમાં આવેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ નામની આંગડીયા પેઢીના કર્મચારીને પેઢીમાંથી રોકડ રકમ લઈને નીકળતી વખતે લૂંટી લેવાના ઈરાદે ભેગા થયા હોવાની કબૂલાત કરી હતી. જોકે, ટોળકી કર્મચારીને લૂંટે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી પાડી લૂંટના પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો.
લોકડાઉનના કારણે કારખાનું બંધ થતા વેપારીમાંથી લૂંટારૂ બન્યો
ક્રાઈમ બ્રાન્ચે ઉધના સીલીકોન શોપર્સમાં આવેલ પટેલ મહેન્દ્ર સોમાભાઈ આંગડીયા પેઢીના કર્મચારીને રસ્તામાં આંતરી લૂંટે તે પહેલા ધાતક હથિયારો સાથે ઝડપી પાડેલી ટોળકીની પુછપરછમાં ચોકવનારી વિગત બહાર આવી છે. ટોળકીની મુખ્ય સુત્રધાર ઉદયવિરસિંહ ઉર્ફે પપ્પુ અગાઉ સુરતમાં તેના કાપોદ્રા રચના સોસાયટી પાસે સત્યનારાયણ સોસાયટીમા આવેલા મકાનમાં હીરાનું કારકાનું ચલાવતો હતો પરંતુ હાલમાં કોરોના લોકડાઉનને કારણે તેનુ કારખાનું બંધ થઈ ગયું હતું.ં ઉદયવિરસિંહઍ લોકડાઉન ખુલ્યા બાદ સુરત ખાતે કોઈ મોટી લૂંટ કરી રૂપિયા કમાય લેવા માટે તેના સાગરીત અજીત ચૌહાણ અને રોનીત ચૌહાણને યુપી તથા દિલ્હી બોલાવી પોતાના રૂમમાં આસરો આપ્યો હતો.
આરોપીના નામો
વેપારીએ લૂંટ માટે મિત્રોને દિલ્હી-યુપીથી બોલાવ્યા
છેલ્લા 25 વર્ષથી સુરતમાં રહેતો ઉદયવિરસિંહ ઉર્ફે પપ્પુ તોમરે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. કોરોનાને કારણે હીરાનું કારખાનું બંધ થતા લૂંટ કરી રૂપિયા કમાવાનો પ્લાન કર્યો હતો. જેના માટે ઉદયવિરસિંગે એક મિત્ર મારફતે રોનિત ઉર્ફે મોહિતને દિલ્હીથી અને અજીત ચૌહાણને યુપીથી અઢી મહિના પહેલા બોલાવ્યા હતા. 15 દિવસ ઉદયે પોતાના ઘરે રાખી બાદમાં પ્રિતેશ મારફતે રાંદેરમાં મકાન ભાડે રાખી અજીત અને રોનિતને રાખ્યા હતા. ઉદય અને રવિ હમવતની છે. જ્યારે પ્રિતેશ અને રવિ મિત્ર છે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.