તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Ganesha Statues Cannot Be Dismantled In Tapi, Whether To Build Artificial Lakes Or Not Will Be Decided Based On The Number Of Statues

આયોજકો મુંઝવણમાં:ગણેશ પ્રતિમાનું વિસર્જન તાપીમાં નહી કરી શકાય, કૃત્રિમ તળાવો બનાવવા કે નહીં તેનો નિર્ણય પ્રતિમાની સંખ્યાના આધારે કરાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસર્જન મુદ્દે કમિશનરનો નિર્ણય પણ વ્યવસ્થા અંગે આયોજકો મુંઝવણમાં
  • દશામાની પ્રતિમાનું પણ નદીમાં વિસર્જન નહીં, નાઇટ કર્ફ્યુ હોવાથી રાત્રે પ્રતિમા નહીં લઈ જઈ શકાય, ઘરઆંગણે જ વિસર્જન કરવું પડશે

આ વર્ષે પણ તાપી નદીમાં દશામા કે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં. દશામાનું વિસર્જન નદીમાં ન થાય તે માટે શહેરના અલગ-અલગ ઓવારા બેરેકેટિંગ કરી બંધ કરી દેવા પાલિકા કમિશનરે સૂચના આપી છે. બીજીતરફ, ગણેશોત્સવમાં કેટલી પ્રતિમાઓની સ્થાપના થાય છે તે જાણ્યા બાદ અલગ-અલગ ઝોનમાં કેટલા કૃત્રિમ તળાવ બનાવવા તે અંગે નિર્ણય પાલિકા લેશે.

3 વર્ષથી તાપી નદી માં પ્રતિમા વિસર્જન પર પ્રતિબંધ છે બે વર્ષ તો કોરોના ને પગલે ઉત્સવ ઉજવાયા નથી પરંતુ હવે છુટ મળતાં જ ઠેર ઠેર દશામા ની સ્થાપના કરાઈ છે. જ્યારે ગણેશ ઉત્સવ પણ રંગેચંગે ઉજવવા મંડળો-યુવાઓ થનગની રહ્યાં છે. ત્યારે આ વર્ષે પણ દર વખત ની જેમ દશામા-ગણેશજી ની પ્રતિમાઓ ને કોઈ પણ પ્રકારે નદીમાં વિસર્જન નહીં થાય તે માટે પાલિકાએ કમર કસી છે. પ્રતિમાઓ ને ઘર આંગણએ જ વિસર્જન કરવા પાલિકાએ અપીલ કરી છે.

ધાર્મિક તહેવારો ને સરકાર દ્વારા છુટ મળી છે ત્યારે દશામાની સ્થાપના થઈ છે. દશામાની અંદાજે 25 હજાર પ્રતિમાઓનું વિસર્જન તો લોકો ઘર આંગણે અને નહેરમાં કરતાં હોવાના કિસ્સા બને છે. આ વર્ષે નાઇટ કર્ફ્યુ હોવાથી દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા લોકો રોડ પર આવી શકશે નહીં.

મંડપ બનાવવાની ગાઇડલાઇન આપવામાં આવે તો સ્થાપના અંગે વિચારી શકીએ: પ્રમુખ
આ વર્ષે ગણેશોત્સવમાં માત્ર 4 ફૂટ સુધીની જ પ્રતિમા સ્થાપી શકાય તેવો સરકાર નિર્ણય કર્યો છે. ઘણા સ્થળો પર મંડપો પણ બનાવાના શરૂ થઈ ગયા છે. ગણેશોત્સવના આયોજકો મુંઝવણમાં છે કે હજુ સુધી વિસર્જનની કોઈ ચોક્કસ ગાઇડલાઇન આવી નથી ત્યારે ઉત્સવની તૈયારી કેવી રીતે કરીશું. ગણેશ ઉત્સવ સમિતિ પાસે પણ સેંકડો આયોજકો ઇન્ક્વાયરી માટે આવી રહ્યા છે.

એનજીટીના હુકમ મુજબ નદીમાં વિસર્જન કરી ન શકાય : કમિશનર
એનજીટીના હુકમ મુજબ નદીમાં વિસર્જન કરી જ ન શકાય. ગણેશ વિસર્જન માટે કેટલા કૃત્રિમ તળાવ બનાવવા તે હજુ નક્કી કરીશું. > બંછાનિધિ પાની, કમિશનર

ગાઇડલાઇન્સ જાહેર કરવા અમે તંત્રને રજૂઆત કરી છે
મંડપ બાંધવા ગાઇડલાઇન નહીં આવશે ત્યાં સુધી મંડળો કઈ રીતે નક્કી કરે કે સ્થાપના કરવી કે નહીં. > અનિલ બિસ્કિટવાલા, પ્રમુખ, ગણેશ ઉત્સવ સમિતિ

અન્ય સમાચારો પણ છે...