• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Mandal Postpones Ganesha In Surat For 40 Years Due To Possible Third Wave Of Corona, Pays Price For Ganesha Statue For Education Of The Disabled

સાધના સાથે સેવા:સુરતમાં 40 વર્ષથી કરાતી ગણેશ સ્થાપનાને મંડળે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને કારણે સ્થગિત કરી, ગણેશ પ્રતિમાની કિંમત દિવ્યાંગોના શિક્ષણ માટે આપી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવ્યાંગ બાળકોના શિક્ષણ સાથે શ્રીજીની સાધના કરવામાં આવી. - Divya Bhaskar
દિવ્યાંગ બાળકોના શિક્ષણ સાથે શ્રીજીની સાધના કરવામાં આવી.
  • બાપ્પાની પ્રતિમા પાછળ થતો ખર્ચ એટલે કે રૂપિયા 20 હજાર દિવ્યાંગ શાળાને ડોનેટ કર્યા

સુરતમાં શુ મંગલ ગણેશ ઉત્સવ મંડળે 40 વર્ષથી કરાતી ગણેશ સ્થાપનાને મંડળે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને કારણે સ્થગિત કરી છે. ભગવાન ગણેશજીની પ્રતિમાની કિંમત 20 હજાર રૂપિયા દિવ્યાંગ બાળકોની શાળામાં આપી એક ઉમદા સેવાનું ઉદાહરણ બની ગયા છે. મંડળના સભ્ય જીત વ્યાસે કહ્યું હતું કે, આવા ધાર્મિક તહેવારોમાં ભક્તોની ભીડ વધુ થતી હોય છે અને કોરોના પણ ભીડમાં જ સંક્રમણ ફેલાવાની શક્યતા છે. જેથી આ વર્ષે આવો અનોખો વિચાર કરી મંડળના દરેક સભ્યોએ સેવાકીય પ્રવૃત્તિમાં ધ્યાન આપ્યું છે.

વિચાર સાથે 30થી વધુ સભ્યો સંમત થયા
જીત વ્યાસ (શુ મંગલ ગણેશ ઉત્સવ મંડળના સભ્ય) એ જણાવ્યું હતું કે 40 વર્ષથી આ મંડળ કાર્યરત છે. દર વર્ષે અલગ અલગ થીમ પર સેવાકીય પ્રવૃત્તિ સાથે ગણેશજીની સ્થાપના કરતું આવ્યું છે. 10 દિવસ બાપ્પા ની અર્ચના સાથે અનેક સામાજિક કાર્યક્રમ પણ કરતા રહ્યા છે. જોકે આ વર્ષે કોરોના સંભવિત ત્રીજી લહેરને કારણે ગણેશજીની સ્થાપના સ્થગિત કરવાનો એક વિચાર સાથે 30થી વધુ સભ્યો સંમત થયા છે.

20 હજાર દિવ્યાંગ શાળાને ડોનેટ કર્યા
વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાની પ્રતિમા પાછળ થતો ખર્ચ એટલે કે રૂપિયા 20 હજાર એક દિવ્યાંગ શાળાને ડોનેટ કર્યા છે. બસ હેતુ એટલો જ છે કે સાધના સાથે સેવા ના આ કાર્યમાં ચૂક નહીં થાય, અમારું મંડળ આવા અનેક કાર્ય સાથે જોડાયેલું છે. અને સેવાના આ કાર્યને હંમેશા આગળ વધાવતું રહેશે એવી આશા રાખું છું.

બે વર્ષ પહેલા મંડળ દ્વારા યોજાયેલા ગણેશોત્સવની તસવીર.
બે વર્ષ પહેલા મંડળ દ્વારા યોજાયેલા ગણેશોત્સવની તસવીર.

જીવનનું સાચું મૂલ્ય સમજાય એવી પ્રાર્થના
વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2013થી એટલે કે 8 વર્ષથી હું સામાજિક કાર્યમાં વધુ ઉત્સાહી થયો છું. બે દિવ્યાંગ શાળાઓ સાથે જોડાયેલો છું અને તમામ બાળકોને વાર-તહેવાર પણ પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરતો આવ્યો છું. મારું માનવું છે કે આવા બાળકો સાથે કરાયેલી તહેવારની ઉજવણી હંમેશા યાદગાર બની જતી હોય છે. બીજું થેલેસીમિયા બીમારીથી પીડિત એક બાળકનો તમામ ખર્ચ ઉપાડ્યો છે. બસ ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે દરેકના જીવનમાં આવી સેવાનો એક અવસર આવે અને એમને જીવનનું સાચું મૂલ્ય સમજાય એવી પ્રાર્થના કરું છું.