વિઘ્નહર્તાની ભક્તિ:સુરતમાં ગણેશ ભક્તે વેસ્ટેજ DVDમાંથી 72 કલાકમાં બનાવ્યા દોઢ ફૂટના શ્રીજી, 10 દિવસ આરાધના કરશે

સુરત3 મહિનો પહેલા
72 કલાકમાં DVDમાંથી સવા કિલોની શ્રીજીની પ્રતિમા બનાવી.
  • છેલ્લા 15 વર્ષથી નાની મોટી વેસ્ટેજ વસ્તુમાંથી ભગવાન ગણેશની પ્રતિમા બનાવે છે

સુરતના એક ગણેશ ભક્તે 72 કલાકમાં વેસ્ટેજ DVDમાંથી દોઢ ફૂટની સવા કિલોની શ્રીજીની પ્રતિમા બનાવી તમામ ને આશ્ચર્યમાં મૂકી દીધા છે. નિકુંજ મકવાણા નું કહેવું છે કે દરેક વેસ્ટેજ વસ્તુઓ બાબતે યોગ્ય વિચાર કરો તો કઈ ક્રિએશન કરી શકાય છે. હું 15 વર્ષથી નાની મોટી વેસ્ટેજ વસ્તુમાંથી ભગવાન ગણેશની પ્રતિમા બનાવી 10 દિવસ સુધી ઘરમાં જ પૂજાપાઠ કરું છું. મારા આ વિચારમાં બે બહેનો અને માતા-પિતાનું પ્રોત્સાહન મને નવા નવા આઈડિયા માટે ખૂબજ ઉપયોગી બન્યો છે.

ડ્રોઈંગ અને DVD કટીંગ કરતા કરતા ત્રણ રાત લાગી ગયા
નિકુંજ મકવાણા (ગણેશ ભક્ત) એ જણાવ્યું હતું કે હાલ જ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ બાયડિંગ કામ સાથે જોડાયેલો છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીમાં કઈ અલગ કરવાનો ઉત્સાહ હતો. બસ પછી ઘરમાં કેટલીક DVD કેસેટ પડેલી જોઈ આનામાંથી જ ગણેશ પ્રતિમા બનાવવાનો સંકલ્પ કર્યો હતો. તમામ પ્રકારના ડ્રોઈંગ અને DVD કટીંગ કરતા કરતા ત્રણ રાત લાગી ગયા હતા. સતત મનમાં બાપ્પાની ફોટો લઈને શરૂ કરેલું કાર્ય 72 કલાક બાદ પૂર્ણ થયું હતું.

સતત મનમાં બાપ્પાની ફોટો લઈને શરૂ કરેલું કાર્ય 72 કલાક બાદ પૂર્ણ થયું.
સતત મનમાં બાપ્પાની ફોટો લઈને શરૂ કરેલું કાર્ય 72 કલાક બાદ પૂર્ણ થયું.

પ્રતિમા બનાવવામાં 50-75 DVDનો ઉપયોગ કર્યો
વધુમાં જણાવ્યું હતું કે DVDમાંથી તૈયાર થયેલી ગણેશ પ્રતિમાનું વજન માત્ર સવા કિલો જેટલું જ છે. આ પ્રતિમા બનાવવામાં 50-75 DVD વપરાય છે. ગણેશની સ્થાપના સાથે હવે આરાધના કરી ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે દેશને કોરોનામુક્ત બનાવે અને પરિવારમાં સુખ શાંતિ આપે, બધાના સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, રોજ સવાર-સાંજ મમ્મી અને બન્ને બહેનો બાપ્પાની પૂજા ની તૈયારી કરે છે અને આખું પરિવાર જ નહીં પણ સોસાયટીના તમામ યુવક-યુવતીઓ આ પૂજામાં જોડાય આરતીમાં સહભાગી થાય છે.

પરિવાર 10 દિવસ શ્રીજીની આરાધના કરશે.
પરિવાર 10 દિવસ શ્રીજીની આરાધના કરશે.

અત્યાર સુધીમાં નારિયેળથી લઈને લોટમાંથી ગણેશજીની પ્રતિમાં બનાવી
વધુમાં જણાવ્યું હતું કે આજદિન સુધીમાં નારિયેળ, મેડિકલ વેસ્ટેજ, કોટન રૂ, પેપર પસ્તી, અને સૌથી અનોખા એવા ઘઉંના લોટમાંથી બનેલી ભગવાન ગણેશજીની પ્રતિમા બાદ હવે આ વર્ષે DVDમાંથી વિઘ્નહર્તાની પ્રતિમા બનાવી તમામના વિઘ્ન દૂર થાય એવી જ પ્રાર્થના કરીએ છીએ.

પરિવારે ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની સ્થાપ્ના કરી.
પરિવારે ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની સ્થાપ્ના કરી.