ધરપકડ:પાંડેસરા અને અમરોલીમાં દારૂ- જુગારના અડ્ડા પર ગાંધીનગર ટીમનો સપાટો,17 ઝડપાયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્થાનિક પોલીસ ઊંઘતી રહી, બંને જગ્યાએથી અઢી લાખનો મુદ્દામાલ જપ્ત

સ્થાનિક પોલીસની નાક નીચે ધમધમતા દારૂ-જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડાની કાર્યવાહી કરી હતી. પાંડેસરામાં દારૂના અડ્ડા પરથી 2ની ધરપકડ કરાઇ હતી. જ્યારે અમરોલીમાં જુગાર રમતા 15 જુગારી ઝડપાયા હતા.બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે પાંડેસરામાં હીરાનગર પાસે દરોડો પાડીને આરોપી ફુલવા રાજપત ભારતી અને સંતોષ રાજપત ભારતી ( બંને રહે.હીરાનગર, બમરોલી રોડ) ને ઝડપી પાડી 257 નંગ દારૂની બાટલી અને રોકડ સહિત 50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અમરોલીમાં કોસાડ આવાસ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે સલીમ શાહ બાબુ શાહને ત્યાં દરોડો પાડી જુગાર રમતા 15 જુગારીઓને ઝડપી પાડી રોકડ 71 હજાર, 2 બાઈક, 15 ફોન સહિત 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સલીમ શાહ અને તેના સાગરીતો ભાગી છૂટ્યા હતા.

અમરોલીથી ઝડપાયેલા જુગારીઓ
​​​​​​​અમરોલીમાં જુગાર રમતા પોલીસે રાઝિક સલીમ શાહ, જાકીરખાન પઠાણ,શફી પીંજારા,(ત્રણેય રહે.કોસાડ આવાસ), પ્રકાશ મકવાણા(રહે. ભરથાણા,દરજી ફળીયું), રવિન્દ્ર નાગપુરે(રહે. મહાવીરધામ રો-હાઉસ,સાયણ રોડ), ઝફરબેગ મિર્ઝા(રહે. પદમાવતી સોસાયટી, લિંબાયત), રઝ્ઝાક હુસેન શેખ(રહે. સંજયનગર,ઉધના), રાજેન્દ્ર ધનસિંગ કોષ્ટી(રહે. પંચશીલનગર સોસાયટી,છાપરાભાઠા), ઇદ્રીશ પટેલ(રહે. કોસાડ આવાસ), હિતેશ બાબુ રાઠોડ(રહે. માધવ સોસાયટી,કતારગામ), શનાભાઈ શંકરભાઈ રાઠોડ(રહે. છાપરાભાઠા તાડવાડી),કનુભાઈ સુખલાલ ટેલર(રહે. ધર્મનગર એપાર્ટમેન્ટ,સાયણ), મહેશભાઈ કાંતિભાઈ ઠાકર(રહે. સિદ્ધેશ્વર સોસાયટી,પુણા ગામ), મેહુલ હસમુખ મિસ્ત્રી(રહે. કુંભારવાડ,કતારગામ) ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...