સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા કવિ નર્મદ ગાર્ડનમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમી રહેલા 11 લોકોને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા. પોલીસે 8 મોબાઈલ, બે વાહન મળીને કુલ 92,840ની મત્તા કબજે કરી હતી તેમજ આ ઘટનામાં ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
રાંદેર વિસ્તારમાં જુગાર રમતા ઝડપાયા
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને માહિતી મળી હતી કે, રાંદેર વિસ્તારમાં આવેલા કવિ નર્મદ ગાર્ડનમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડી જુગારના ધંધા પર આંકડો લખનાર, તેમજ આંકડો લખાવનાર અને વરલી મટકાનો જુગાર રમી રહેલા લોકો મળી કુલ 11 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે 8 મોબાઈલ ફોન, 2 ટુ-વ્હીલર, ચિઠ્ઠીઓ મળી કુલ 92,840ની મત્તા કબજે કરી હતી. તમામ લોકો સામે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને રાંદેર પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
3 વોન્ટેડ જાહેર
આ ઉપરાંત આંકડાની ચિઠ્ઠીઓ લઈ જનાર સલીમ ચાચા, આંકડાનો ધંધો ચલાવનાર સાઈદા નામની મુખ્ય મહિલા અને કટિંગ લેનાર હેમંત કાકા નામના ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
કોની કોની ધરપકડ
1.80 લાખની મત્તા ચોરી
બીજી તરફ સુરતમાં જવેલર્સની દુકાનમાં કામ કરતો કારીગર 1.20 લાખની સોનાની ચેઈન, 50 હજારની ચાંદી અને એક મોપેડ મળી કુલ 1.80 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ મામલે જવેલર્સ માલિકે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે .
કારીગર દાગીના લઈને નાસી છૂટ્યો
સુરતના ગોડાદરા કલ્પના રો હાઉસ પાસે રહેતા લાલ સાહેબ જગદીશ પ્રસાદ અગ્રવાલ ગોડાદરા આસ્તિક નગર પાસે જગદીશ જવેલર્સની દુકાન ધરાવે છે. તેઓની દુકાનમાં છેલ્લા બે વર્ષથી આસ્તિક નગર 3 પાસે રહેતો 24 શુભમ શ્યામ સુંદર સાવ સોના-ચાંદીના દાગીના બનાવવા માટે નોકરી કરતો હતો. ગત 13 ઓક્ટોબરેના રોજ જવેલર્સ માલિક તેના કારીગર શુભમ સાથે કામ અર્થે ગોપીપુરા સ્થિત દાગીના બનવાનું કામ કરતા વ્યક્તિને ત્યાં ગયા હતા. આ સમયે તેઓએ કારીગરને સોના-ચાંદીના દાગીના અને મોપેડ આપી બીજી જગ્યાએ દાગીનાઓ પર પોલિસ અને હોલ માર્ક કરાવવા માટે મોકલ્યો હતો. પરંતુ, કારીગર મોપેડ, 1.20 લાખની સોનાની ચેઈન, 50 હજારની કિમતનું 1.5 ચાંદી મળી કુલ 1.80 લાખની મત્તા લઈને ફરાર થઇ ગયો હતો
માલિકે ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ
કારીગરની શોધખોળ કરતા તેનો કોઈ પતો લાગ્યો ના હતો. જેથી જવેલર્સ માલિકે કારીગરના પિતાને વાત કરતા તેઓએ દાગીના અને મોપેડ આપી દેશે તેવી આશાએ રાહ જોઈ હતી પરંતુ આજદિન સુધી દાગીના અને મોપેડ પરત ન મળતા જવેલર્સ માલિકે સમગ્ર મામલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેમાં પોલીસે કારીગર સામે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.