• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Gandhidham bound Super Fast Train Caught Fire In Nandurbar, Two Bogies Including A Pantry Car Caught Fire And Passengers Escaped.

બર્નિંગ ટ્રેન:ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ ટ્રેનમાં નંદુરબારમાં આગ લાગી, મુસાફરો જીવ બચાવી ભાગ્યા

સુરત4 મહિનો પહેલા
ટ્રેનમાં આગ લાગતાં ભયનો માહોલ સર્જાયો હતો, - Divya Bhaskar
ટ્રેનમાં આગ લાગતાં ભયનો માહોલ સર્જાયો હતો,
  • ટ્રેનમાં આગ લાગતાં રેલ વ્યવહાર ખોરવાયો
  • આગ પર કાબૂ મેળવવાનું શરૂ કરાયું

ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા નંદુરબાર રેલવે સ્ટેશન નજીક ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગી ગઈ હતી. પેન્ટ્રી કારમાં લાગેલી આગ બે કોચ સુધી પહોંચી ગઈ હતી. જેથી પેસેન્જર જીવ બચાવી ભાગ્યા હતાં. સમગ્ર દુર્ઘટના અંગે રેલવે પ્રશાસનને જાણકારી મળતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. સાથે જ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આગના પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.

આગમાં કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી
આગમાં કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી

પેસેન્જર ભરેલી ટ્રેનમાં આગ
નંદુરબારથી ગાંધીધામ જનારી સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગી ગઈ હતી. પેન્ટ્રી કારમાં આગ લાગતા અફડાતફડી સર્જાઈ હતી. બાદમાં પેન્ટ્રી બોગી અલગ કરવામાં આવી હતી. જો કે બે ડબ્બામાંથી ધુમાડા નીકળી રહ્યા હતાં. જેથી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે.

આગ લાગ્યા બાદ લોકોના ટોળા સર્જાયા હતા
આગ લાગ્યા બાદ લોકોના ટોળા સર્જાયા હતા

ટ્રેન વ્યવહાર ખોરવાયો
સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગતાં રેલ વ્યવહાર વ્યવહાર ખોરવાયો હતો. પેસેન્જર થી ભરેલી ટ્રેન હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો. જો કે હાલ પ્રાથમિક જાણકારી પ્રમાણે કોઈ જાનહાની નથી નોધાઈ.હાલ રેલવે અધિકારી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે.પેન્ટ્રી બોગીમાં રહેલો સામાન બળીને ખાક થયો છે. સવારે 11 વાગે ટ્રેન નંદુરબાર સ્ટેશનથી નીકળીને આગ લાગી હતી.

જાનહાનિ નહી-રેલવે
રેલવે બોર્ડના સભ્ય સંજય શાહએ જણાવ્યું હતું કે, ટ્રેનમાં આગ લાગ્યાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.