બેઠક:મેટ્રો માટે ગાંધીબાગ-રંગઉપવન SBI બેંકની જગ્યા સંપાદિત કરાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીએમઆરસી અને પાલિકા પદાધિકારીઓ વચ્ચે બેઠક

મેટ્રો રેલ પ્રોજેકટમાં જમીનોનો કબજો મેળવવાની સાથે કાર્યવાહી મુદ્દે બુધવારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એકઝીકયુટીવ ડિરેકટર અને પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં બેઠક થઇ હતી. જેમાં સરથાણાથી ડ્રિમ સિટીના પ્રથમ ફેઝ પૈકી કારદરશાની નાળથી ચોકબજાર સુધીના રૂટમાં ગાંધીબાગ, રંગઉપવન અને SBI બેંકની જમીન માટે કાર્યવાહી કરવાને મંજુરી અપાઇ હતી.

પાલિકા કમિશનર બંછાનીધિ પાનીએ પત્રકારોને જણાવ્યું કે, બેઠકમાં ચોકબજાર SBI બેંકનું સ્થળાંતર અંડરગ્રાઉન્ડ સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ માટે કરવું પડે તેમ હોવાથી સાથે જ મહિધરપુરા પોલીસ મથકને હંગામી ધોરણે સિનેમા રોડનાં દબાણ ડેપો ખાતે બનાવાશે.

સરથાણાથી કાદરશાની નાળ સુધીના રૂટમાં આવતી મિલકતો અને ટ્રાન્સમિશન લાઇનોના સ્થળાંતર અંગે પણ ચર્ચા કરાઇ હતી. ચોક બજાર સ્ટેશનનો રેમ્પ ગાંધીબાગમાંથી પસાર થઇ SBI સુધીની જગ્યામાં બનશે તેથી ગાંધીબાગનો થોડો ભાગ કપાશે. જયારે કાપોદ્રા ખાથે વીજ કંપનીની જમીનનો કબજો લેવા પહેલાં સ્થળ વિજીટ કરાઇ હતી. પાલિકા કમિશનરે જણાવ્યું કે, હાલમાં મેટ્રો રેલ પ્રોજેકટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. 70 પાઇલોનું કામ ચાલુ થઇ ચુકયું છે તેમજ 38 સ્ટેશનો પૈકી 17 સ્ટેશનોની જગ્યા પર સોઇલ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. કસ્તુરબા ગાર્ડનની કંમ્પોસ્ટ ખાતર બનાવવાની સાઇટને ખસેડીને મલ્ટી લેવલ પાર્કીગ બનાવવાનું આયોજન છે.

મેટ્રો રેલ પ્રોજેકટનું કામ ગતિમાં રાખવા પાલિકા કમિશનરે દર અઠવાડીયે મીટીંગ કરશે. પ્રોજકટના નિર્માણ દરમિયાન લોકોને અડચણ ના પડે તે માટે ટ્રાફિક ડાઈવર્ઝન પ્લાન બનાવવા ટ્રાફિક પોલીસ તથા પાલિકા સંકલન કરાશે. વરાછા રોડ પર સેન્ટ્રલ વેર હાઉસ ખાતે અને લંબેહનુમાન રોડ પર, જ્યારે મોચીની ચાલ વાળી જમીન અંગે પણ પાલિકા આકારણી રેકોર્ડના આધારે જીએમઆરસી સાથે ચર્ચા કરશે.

અન્ય સમાચારો પણ છે...