તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દક્ષિણ ગુજરાતના સ્ટાર્ટઅપને પ્લેટફોર્મ મળે તે માટે ગાંધી કોલેજ દ્વારા ઈનોડેસ્ક ડેજીગ્નોવેશન સંસ્થા સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. જેના દ્વારા સ્ટાર્ટઅપના આઈડિયા, રોકાણ કે માર્કેટિંગ માટે નાણાની જરૂર હશે તો એમાં પણ મદદ કરશે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધવાની ઇચ્છા ધરાવનાર કોઇ પણ વ્યક્તિ ગાંધી કોલેનો સંપર્ક કરી કરી સોલ્યુશન મેળવી શકશે. સ્ટાર્ટઅપ માટે હવે ગાંધી કોલેજ કેન્દ્ર બની તેને પ્રમોટ કરશે. સુરતમાંથી વધારેમાં વધારે સ્ટાર્ટઅપ આગળ આવે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.
360 ડિગ્રીથી મદદ કરવામાં આવશે દરેક સ્ટાર્ટઅપને
જેમની પાસે સ્ટાર્ટઅપ માટેનો આઈડિયા છે, કોઈ પાસે સ્ટાર્ટઅપ માટેનો આઈડિયા નથી, કોઈ પાસે રોકાણ કરવા માટે રૂપિયા છે અથવા કોઈ પાસે આઈડિયા છે પરંતુ રોકાણ કરવા માટે રૂપિયા નથી તે તમામ પ્રકારના લોકો ગાંધી કોલેજમાં આવીને પોતાના પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવી શકશે ટૂંકમાં સ્ટાર્ટઅપ વિશેની 360 ડિગ્રી માહિતી અને મદદ ગાંધી કોલેજમાંથી મળી શકશે.
માત્ર યુવાનો જ નહીં પરંતુ કોઈ પણ વ્યક્તિ લઈ શકશે તેમાં ભાગ
ગાંધી કોલેજમાં સ્ટાર્ટઅપ માટે વિવિધ વર્કશોપ અને ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે જેના દ્વારા આંત્રપ્રિન્યોરને મદદ મળી શકશે. જેમાં માત્ર કોલેજના યુવાનો જ નહીં પરંતુ કોઈને સ્ટાર્ટઅપમાં રસ હોય તો તેઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે. આઈડિયા કેવી રીતે જનરેટ કરવા, કેવા આઈડિયા પર કામ કરવું, કેવી રીતે કામ કરવું, તેના માટેનું રોકાણ કેવી રીતે મેળવવું તમામ માહિતી આપવામાં આવશે.
ઈનોવેટીવ આઇડિયાને રોકાણકાર પણ શોધી અપાશે
સ્ટાર્ટઅપને પ્લેટફોર્મ આપશે પરંતુ તેના માટે એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે નહીં.કોઈ વ્યક્તિએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યંુ હશે અને તેમની પાસે રોકાણ માટે રૂપિયા નહીં હશે તો પણ ગાંધી કોલેજ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. જે રીતે રિયલએસ્ટેટ અને શેર માર્કેટમાં લોકો રોકાણ કરે છે તેવી જ રીતે સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
આઈડિયા આસપાસની સમસ્યાને ધ્યાને રાખી અપાશે
નવા સ્ટાર્ટઅપને આિડિયા શોધવામાં મદદ કરવામાં આવશે. કોઈ પાસે સ્ટાર્ટઅપ માટે આઈડિયા નથી તો આઈડિયાને કેવી રીતે જનરેટ કરવા તેના પ્રોપર માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ આસપાસ જે મોટી સમસ્યા હોય તેનું સોલ્યુશન કેવી રીતે લાવવનું તેના પર યુવાનોને પ્રોત્સાહિત કરીને આઈડિયા માટે કહેવામાં આવશે અને આ આડિયાને ઈમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.