જુગારધામ ઝડપાયું:સુરતના પુણામાં ડિજિટલ પ્રિન્ટિંગના ખાતાની આડમાં ચાલતો જુગાર પકડાયો,  8 જુગારીઓ પાસેથી 2 લાખના મુદ્દામાલ કબ્જે લેવાયો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે જુગારીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
પોલીસે જુગારીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
  • બાતમીના આધારે પોલીસે રેડ કરતાં 8 મોબાઈલ અને 5 બાઈક પણ જુગારીઓની ઝડપી લેવાઈ

સુરતના પુણાના વિસ્તારમાં પ્રિન્ટિંગ ખાતામાં જુગાર રમતા 8ને પોલીસે 2 લાખથી વધુને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પ્રિન્ટના ખાતાની આડમાં ચાલતા જુગાર ધામના રેકેટને ખુલ્લું કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે રોકડ રૂપિયા, મોબાઈલ અને બાઇક કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

ખાતામાં જુગાર રમાડાતો હતો
પુણા પોલીસે જણાવ્યું હતું કે, શ્રીરામ કોમ્પલેક્ષ, ઈન્ટરસીટીની સામે પ્લોટ નં-849 ડીજીટલ પ્રીંટના ખાતામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં દિનેશ વિઠ્ઠલભાઈ વઘાસિયા નામનો ઈસમ ખાતા ની આડમાં જુગાર ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પણ જુગાર રમતા આઠ જણાને પકડી પાડ્યા હતા. જુગારધામ પરથી પોલીસે જુગાર રમવાના સાધનો, રોકડ રૂપિયા, 8 મોબાઈલ અને 5 બાઇક સહિત અનેક વસ્તુઓ મળી 2, 20, 000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જુગારી આરોપીઓ
(1) દિનેશભાઈ વિઠ્ઠલભાઈ વધાસીયા ઉ.વ.42 ધંધો-વેપાર રહે ઘર નં-બી/પર નટવરનગર નાકા સરથાણા સુરત શહેર,મુળગામ-આસોદર તા-લાઠી જી અમરેલી
(2) દલપેશ ઉર્ફે દિપેશ જેતીભાઈ ગજેરા ઉ.વ.43 ધંધો-મજુરી રહે ધરનં-130 યોગી દર્શન સોસાયટી યોગી ચોક સરથાણા સુરત શહેર મુળ ગામ-રામોદ તા-કોટડા સાંગાણી જી-રાજકોટ
(3) વીનુભાઈ હીરજીભાઇ ખુંટ ઉ.વ.45 ધંધો-કોંટ્રાકટર રહે ધર નં-132 ગંગોત્રી સોસાયટી ચીકુવાડી નાના વરાછા સુરત શહેર મુળગામ-પચેગામ તા-ગારીયાધાર જી-ભાવનગર
(4) અરવીંદભાઈ બાબુભાઈ ગોધાણી ઉ.વ.48 ધંધો-વેપાર રહે ધર નં-54 યોગી દર્શન સોસાયટી યોગી ચોક સરથાણા સુરત શહેર મુળગામ-હાથીગઢ તા-લીલીયા જી-અમરેલી
(5) દિનેશભાઇ ઉર્ફે કલ્પેશ ખોડાભાઇ ધોળીયા જાતે પટેલ ઉ.વ-42 ધંધો-કેમીકલ રહે-ઘર નં-300, શ્યામ લેક સીટી સોસાયટી, વેલંજા, સાયણ, સુરત મુળગામ-દેપલા તા-જેસર જી-ભાવનગર
(6) કમલેશભાઇ હરેશભાઇ પનારા ઉ.વ-44 ધંધો-વેપાર રહે-ઘર ન-301, સેવન હાઇટસ, ડીંડોલી ખરવાસા રોડ, ડીંડોલી, સુરત શહેર મુળગામ ખળપીપળી તા-મેંદરડા જી-જુનાગઢ
(7) ભિખાભાઇ લાલજીભાઇ માંગુકીયા ઉ.વ-45 ધંધો-હિરા મજુરી રહે-ઘર નં-47, ગંગોત્રી સોસાયટી, ચિકુવાડી પાસે, નાના વરાછા, સુરત શહેર મુળગામ-પચ્છેગામ તા-ગારીયાધર જી ભાવનગર
(8) વિપુલભાઇ મનુભાઇ કાછડીયા ઉ.વ-35 ધંધો એજન્ટ રહે-ઘર નં-78, કૈલાશધામ સોસાયટી, પુણા-બોમ્બે માર્કેટ રોડ, સિતાનગર ચોકડી પુણા સુરત શહેર મુળગામ-વેડા તા-સાવરકુંડલા જી-અમરેલી