મોટા વરાછા તુલસી આર્કેડમાં ટ્રાયોનિક્સ સોલ્યુશન નામથી ભાડેની ઓફિસ લઈ ઓનલાઇન ગેમના નામે જુગાર રમાડી 100 કરોડથી વધુના ટ્રાન્જેકશનો સાથે 11 જણાને પોલીસે પકડી પાડયા હતા. સૂત્રધાર આકાશ વિનેશ ભલાણી (રહે, દ્રારકાધીશ સોસા, અમરોલી) અને અભિષેક દિલીપ કાછડીયા (રહે, શુભમ રો હાઉસ, ઉમરા, ઓલપાડ)એ દિલ્હીમાં રહેતા અજય નામક યુવક મારફત ઓનલાઇન એપ્લિકેશનથી જુગારના ટ્રાન્જેકશનનો વહીવટ કરતા હતા.
ગેમના નામે જુગાર રમાડી 100 કરોડથી વધુના ટ્રાન્જેકશ
અલગ અલગ 25થી 30 એપ્લીકેશનના આઈડી અને પાસવર્ડથી જુગાર રમાડી જે ટ્રાન્જેકશન થતા તે આ ઓફિસમાં નોકરી કરતા 7 કર્મચારીઓ અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરતા હતા, જ્યારે અન્ય 4 જણા કર્મચારીઓની દેખરેખ રાખતા હતા. ઉત્રાણ પોલીસે ઓફિસમાંથી 16 મોબાઇલ 2.93 લાખ, 5 કમ્પ્યુટર રૂ.55 હજાર, 15 લેપટોપ રૂ.1.50 લાખ અને રોકડ 12500 મળી 5.10 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
આંકડો 100 કરોડથી વધી શકે
પોલીસે લેપટોપ અને કમ્પ્યુટરના ટ્રાન્જેકશનોની તપાસ કરવા સાયબર ક્રાઇમની મદદ લીધી છે. આંકડો 100 કરોડથી વધી શકે છે. પોલીસે જણાવ્યું કે આકાશ અને અભિષેકે 2 મહિના પહેલાં ઓફિસ ભાડેથી લીધી હતી અને ભાડાકરાર પકડાયેલા આરોપી મૌલીક કોદાળાના નામે બનાવ્યો હતો. હાલમાં આકાશ અને અભિષેક તેમજ દિલ્હીનો અજય ફરાર છે. જેને વોન્ટેડ જાહેર કરાયા છે.
ઓનલાઇન જુગાર રમાડનારા આરોપીઓ
1. મૌલીક પ્રવિણ કોદાળા (રહે,રોયલ રેસીડન્સી,પેડર રોડ,વરાછા)
2. રવિ અરવિંદ ભંડેરી (રહે,તિરૂપતિ સોસા,વરાછા)
3. જ્યકિશન વિનેશ ભલાણી (રહે,દ્રારકાધીશ સોસા,અમરોલી)
4. કુંદન રંજનકુમાર ઝા (રહે,શીવ એન્કલેવ, ન્યુ દિલ્હી)
5. સ્મિત અશોક ખુંટ (રહે,શ્રીજીનગર સોસા,કાપોદ્રા)
6. આયુષ ભુપત ધામેલીયા( રહે,મારૂતિધામ સોસા,ઉમરા,ઓલપાડ)
7. દિપ કનુ શેલડીયા (રહે,શ્રીજી નગર સોસા,કાપોદ્રા)
8. અલ્પેશ રમેશ બારીયા (રહે,પાર્થ સોસા,અમરોલી)
9. હર્ષ નરેન્દ્ર સેલડીયા (રહે,સાંઇ મિલન રેસીડન્સી,મોટાવરાછા)
10. હિલ પ્રવિણ ધામેલીયા (રહે,અનમોલ હાઇટ્સ,મોટાવરાછા)
11. ધુવ દિલીપ નાવડીયા (રહે,શ્રેયસ રો હાઉસ,મોટાવરાછા)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.