તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુખ્યાત ઝડપાયા:સુરતમાં ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ હોવા છતાં બિનદાસ્ત ખંડણી ઉઘરાવતા કુખ્યાત વિપુલ ગાજીપરા અને ડેનીસ ખત્રીની ધરપકડ

સુરત19 દિવસ પહેલા
ગાજીપુરા ગેંગના બે મુખ્ય આરોપી ઝડપાયા.
  • જૂનાગઢમાં છુપાઇને રહેતાં અને વર્ષોથી સાથે જ ગુનાખોરી કરતાં હતા

સુરત ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ હોવા છતાં પણ શહેરમાં બિનદાસ્ત ખંડણી ઉઘરાવતા કુખ્યાત ગુનેગાર વિપુલ ગાજીપરા અને ડેનીસ ખત્રીને ક્રાઇમ બાન્ચને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જૂનાગઢમાં છુપાઇને રહેતાં અને વર્ષોથી સાથે જ ગુનાખોરી કરતાં આ જોડીને સુરત લવાયા બાદ કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં તેમની ધરપકડ કરાઇ હતી.

ગાજીપરા ગેંગના ત્રણ મુખ્ય સુત્રોધ્ધાર
બંને વરાછા વિસ્તારમાં શરૂઆતમાં ગુનાખોરી કરતા હતા. બાદમાં અલ્તાફ સાથે દોસ્તી થયા બાદ આ બંને પણ મોટા ભાઇ બની ગયા હોય તેમ ખંડણીથી લઇને બીજા ગુનાઓ કરી મોટી ગેંગ ઓપરેટ કરતાં થઇ ગયા હતા. ગુજરાત સરકારે પસાર કરેલો નવા ગુજસીટોકના કાયદા અંતર્ગત ગાજીપરા ગેંગ વિરુદ્ધ ગત તા. 28મી જાન્યુઆરીએ ગુનો નોંધાતાં ત્રણેય ભૂગર્ભમાં ઊતરી ગયા હતા અને નવી ટોળકી બનાવી ખંડણી ઉઘરાવવી શરૂ કરી હતી.

ગાજીપરા ગેંગ વિરુદ્ધ ગત તા. 28મી જાન્યુઆરીએ ગુનો નોંધાતા ભૂગર્ભમાં ઊતરી ગયા હતા.
ગાજીપરા ગેંગ વિરુદ્ધ ગત તા. 28મી જાન્યુઆરીએ ગુનો નોંધાતા ભૂગર્ભમાં ઊતરી ગયા હતા.

ખંડણી, મારામારી, આર્મ્સ એકટ સહિતના 30 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે
સુરત પોલીસે ‘ક્રાઇમ ફ્રી સુરત’ ઉદ્દેશ સાથે ઓર્ગેનાઇઝડ ક્રાઇમમાં ગુજસીટોક હેઠળ 28મી જાન્યુઆરીએ વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુનો નોંધ્યો હતો. ડીસીબીએ વિપુલ ગાજીપરાની ગેંગના 3 સાગરિતોની સામે કાર્યવાહી કરી હતી. માથાભારે વિપુલ ગાજીપરાની ગેંગમાં 10 સાગરિતો છે. જેમાં વિપુલ ગાજીપરા, ડેનીશ ઉર્ફે નાનો અને અલ્તાફ પટેલ મુખ્ય સૂત્રધારો છે. ટોળકી સામે હત્યાની કોશિશ, ખંડણી, મારામારી, આર્મ્સ એકટ સહિતના 30 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ટોળકીએ વરાછા, કાપોદ્રા, લાલગેટ, સરથાણા, કતારગામ, ખટોદરા, રાંદેર, અમરોલી પોલીસ સ્ટેશનોના વિસ્તારોમાં ગુનાઓ કરેલા છે.

માથાભારે વિપુલ ગાજીપરાની ગેંગમાં 10 સાગરિતો છે
માથાભારે વિપુલ, ડેનીશ અને અલ્તાફને પાસામાં હેઠળ જેલમાં જઈ આવ્યા છે. ઉપરાંત વિપુલ, ડેનીશ, અર્જુન અને આઝાદને તડીપાર પણ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં સુરત પોલીસે આસીફ ટામેટા, લાલુ જાલીમ, અશરફ નાગોરીની ગેંગ સામે કાર્યવાહી કરી હતી. વિપુલ ડાહ્યા ગાજીપરાની ગેંગમાં ડેનીશ બિલાડાવાળા, અલ્તાફ પટેલ, અંકિત, શશાંકસિંહ ચુડી બ્રિજમોહનસિંહ રાજપુત, અર્જુન પાંડે,કપિલ કપીલ, આઝાદ પઠાણ ઐયુબખાન ઝોજા, ઇલ્યાસ કાપડીયા વકીલ સામેલ છે.